Book Title: Samyaktva Shatsthan Chauppai
Author(s): Dhirajlal Dahyalal Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

View full book text
Previous | Next

Page 386
________________ ૩૬૯ ગુરુજીની પાટ પરંપરા-પ્રશસ્તિ (દોષો) નું નિરાકરણ (ખંડન) કરીને સાચા નયમાર્ગની (સ્યાદ્વાદપૂર્વક સાપેક્ષનયવાદની). સ્થાપના કરવા દ્વારા આ છએ સ્થાનોની વ્યાખ્યા ગ્રંથકારશ્રીએ આ ગ્રંથમાં કરેલી છે. ગુજરાતી ભાષામાં જ આ ગ્રંથ રચવા બદલ અમારા જેવા ગુજરાતીઓ ઉપર સવિશેષ ઉપકાર કર્યો છે તે બદલ ગ્રંથકારશ્રીને લાખો લાખો વંદન અને લાખો લાખો ધન્યવાદ. વિક્રમસંવત ૧૭૪૧, આસો સુદ ૧૦ દશેરાના દિવસે આ ગ્રંથની રચના સમાપ્ત થઈ છે. ૧૫ श्री राजनगर अहम्मदावाद नगरनइ विषइ तिहां प्रसिद्ध जे हेमश्रेष्ठि सूत श्री ताराचन्दनाम्ना तेहनी प्रार्थना थकी लोकभाषाइ करी नयप्रस्थान कहितां, नयमार्ग, तिणि करी षड्स्थानकनी व्याख्या, संघने हर्षने काजे श्री यशोविजयजीनी कृति जाणवी ॥१॥ भावरत्नेन स्तबुकार्थो लिपीकृतः संवत १७६१ फाल्गुनि शुक्ल प्रतिपदि ॥ શ્રી રાજનગર એટલે કે અમદાવાદ નામના નગરને વિષે તે નગરમાં તે કાળે પ્રસિદ્ધ એવા જે હેમચંદ શેઠ, તેમના પુત્ર શ્રી તારાચંદ શેઠ, તેમની પ્રાર્થનાથી લોકભાષામાં (ગુજરાતી ભાષામાં) જ નયોના માર્ગને સમજાવતી આવા પ્રકારની છ સ્થાનની વ્યાખ્યા સ્વરૂપ આ રચના શ્રી ચતુર્વિધ શ્રીસંઘના હર્ષને માટે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ બનાવી છે. આ ગ્રન્થ ઉપરનો તે વખતની ગુજરાતી ભાષામાં બનાવાયેલો આ ટબો ભાવરત્નવિજયજી વડે લિપિબદ્ધ કરાયો અર્થાત્ છપાવાયો. તે છાપવાની અથવા લખવાની સંવત ૧૭૬૧, ફાગણ સુદ-૧.

Loading...

Page Navigation
1 ... 384 385 386 387 388