________________
૩૩૨
સમ્યક્ત ષસ્થાન ચઉપઈ दरबारइ छाजइ, विवेकधरी पट्टहस्ती थई गाजइ, नय पणि स्याद्वाद अंकुशइ शीखव्या जिनशासनरूप राजद्वारइ छाजइ, आपबलइ गाजई ૨૨૮ાા
વિવેચન :- “નયો” એ વસ્તુના સ્વરૂપને સમજવા-સમજાવવા માટેની એક પ્રકારની દૃષ્ટિ છે. કોઈપણ વસ્તુને ભિન્ન ભિન્ન રૂપે દેખવા માટેની જે દૃષ્ટિ તેનું નામ નય છે. આ ગાથામાં આ નયને હાથીની ઉપમા આપવામાં આવી છે.
આપણા જીવમાં વસ્તુના એક એક ભાગને જોનારી દૃષ્ટિઓ જ્યારે પ્રવર્તે છે ત્યારે તે તે દૃષ્ટિથી વસ્તુનું તેવું તેવું સ્વરૂપ દેખીને આ જીવ ઉન્મત્ત થાય છે પોતાને દેખાતું એકતરફનું સ્વરૂપ જ યથાર્થ સ્વરૂપ છે. આમ માની લે છે અને પદાર્થના વાસ્તવિક સ્વરૂપનો આ જીવ નાશ કરે છે, તેથી જ શાસ્ત્રોમાં કહ્યું છે કે નયરૂપી આ હાથી વસ્તુના એક અંશમાત્રને ગ્રહણ કરીને તે અંશને જ વસ્તુ પૂર્ણ રૂપવાળી છે આમ સમજવાસમજાવવા પ્રયત્નશીલ બને છે. આવા પ્રકારનો એકપાક્ષિક જીવનો આ અભિપ્રાય “વાસ્તવિકપણે રહેલી યથાર્થ વસ્તુના સ્વરૂપનો ભંજક બને છે.” એટલે વસ્તુના યથાર્થસ્વરૂપાત્મક વૃક્ષનો ઉચ્છેદ કરે છે.
વસ્તુના યથાર્થ સ્વરૂપને જોવામાં જે પુરુષ ધીર છે તે ધીરપુરુષ આ અંશગ્રાહી નયેષ્ટિ રૂપી હાથીને સર્વજ્ઞપરમાત્માએ બતાવેલા સ્યાદ્વાદ (અનેકાન્તવાદ) રૂપી અંકુશ વડે વશ કરે છે. એટલે કે શાસ્ત્રવચનોને સ્યાદ્વાદશૈલીથી યથાયોગ્ય સ્થાને જોડીને તે તે નયદષ્ટિને પોતપોતાના સ્થાનમાં પ્રતિબદ્ધ કરે છે.
જેના કારણે સર્વે પણ નય પદાર્થનું આંશિક સ્વરૂપ જણાવવા બીજા સ્વરૂપનો અપલોડ કર્યા વિના વસ્તુના યથાર્થ સ્વરૂપનો બોધ કરાવે છે. આ નયવાળી દૃષ્ટિ એક એક અંશ ગ્રાહી હોવાથી પરસ્પર વૈરાયમાણવૃત્તિ વાળી છે. તેથી સર્વજ્ઞ પરમાત્માના વચનને અનુસરવારૂપ