Book Title: Samyaktva Shatsthan Chauppai
Author(s): Dhirajlal Dahyalal Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

View full book text
Previous | Next

Page 375
________________ ૩૫૮ સમ્યક્ત ષસ્થાન ચઉપઈ અને પરદર્શનના ભેદતત્વને પ્રાપ્ત કર્યા વિના શુદ્ધ આત્મસ્વરૂપને પ્રગટ કરી શકતા નથી. જે જે મહાત્મા પુરુષો સ્વશાસ્ત્રના અને પરશાસ્ત્રના ગંભીર અર્થોનો ઊંડો અભ્યાસ કરે છે, આવું સૂક્ષ્મ જ્ઞાન મેળવવાથી તેઓમાં આત્મવિવેક પ્રગટે છે તેના કારણે આવું સાંગોપાંગ સૂમજ્ઞાન પ્રાપ્ત કરવું અતિશય જરૂરી છે. સ્વશાસ્ત્ર અને પરશાસ્ત્રના સૂક્ષ્મ અભ્યાસથી દૃષ્ટિ ખુલે છે, નયસાપેક્ષ દૃષ્ટિ બને છે. નયોની અપેક્ષાવાળી દૃષ્ટિ ખુલવાથી આત્માના શુદ્ધ સ્વરૂપનું ભાન થાય છે, નય સાપેક્ષ જ્ઞાન વિના આત્મતત્ત્વનું યથાર્થ સ્વરૂપ જાણી શકાતું નથી. જે આત્માઓ નય સાપેક્ષ આત્માનું ઊંડું જ્ઞાન પ્રાપ્ત કરવામાં ઉપેક્ષાભાવવાળા છે અને સંપ્રમુગ્ધપણે (અત્યન્ત સામાન્યપણે) ઉપર ઉપરથી જ જીવ-અજીવાદિ નવ તત્ત્વોનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં જ યત્નવાળા છે પોતાના જીવનમાં અહિંસા વગેરે વ્રતો પળાય એટલા પુરતુ છે જીવનિકાયના સ્વરૂપને જ સારી રીતે જાણી લે છે અને છ જીવનીકાયની રક્ષા કેમ થાય? આટલું જ જાણવાની અને જ્યાં જ્યાં જયણા પાળવાની આવશ્યકતા છે તેની જ માત્ર વિધિ વધારે જાણે છે. આત્મતત્ત્વનું સૂક્ષ્મ સ્વરૂપ જાણવામાં જે ઉપેક્ષાભાવવાળા છે માત્ર જીવોની રક્ષા થાય અને હિંસા ન થઈ જાય તે માટે ચરણસિત્તરી અને કરણસિત્તરીને સારી રીતે જાણનારા અને પાળનારા બને છે. આવા જીવો અલ્પજ્ઞાનવાળા હોવાથી તેના સારને (જ્ઞાનના સારને), (મોહના વિજયને) પામી શકતા નથી. મોક્ષપ્રાપ્તિનો અનન્ય ઉપાય અનાસક્તિભાવ છે આવો અનાસક્તિભાવ દ્રવ્યાનુયોગના અભ્યાસથી અને તેના ચિંતન-મનનથી પ્રગટ થાય છે. આવા પ્રકારના દ્રવ્યાનુયોગના સૂક્ષ્મ અભ્યાસની જે ઉપેક્ષા કરે છે અને ચરણકરણાનુયોગ સારો સેવે છે. આવા જીવો ચરણકરણાનુયોગ સારો સેવવા છતાં દ્રવ્યાનુયોગની ઉપેક્ષા કરવાથી આત્મતત્ત્વના યથાર્થ જ્ઞાનને અને તેના સારને પામી શકતા નથી.

Loading...

Page Navigation
1 ... 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388