Book Title: Samyaktva Shatsthan Chauppai
Author(s): Dhirajlal Dahyalal Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

View full book text
Previous | Next

Page 376
________________ ૩૫૯ છ સ્થાનોનો ઉપસંહાર વાસ્તવિકપણે તો ચરણકરણાયોગનું સુંદર સેવન એ કારણ છે અને દ્રવ્યાનુયોગના અભ્યાસની પ્રાપ્તિ એ તેનું કાર્ય છે તેથી જે આત્માઓ કારણને સારી રીતે સેવે છે પણ તજ્જન્ય કાર્યની ઉપેક્ષા કરે છે તેવા જીવોનું ચરણકરણાનુયોગનું સેવન પણ જોઈએ તેટલી માત્રામાં આત્મહિત કરનારું બનતું નથી. જેમ અભવ્ય આત્મા પણ દીક્ષા લે છે અને માખીની પાંખ ન દુભાય તેવું ચારિત્ર પાળે છે. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં આ જીવ ઉપેક્ષાવાળો છે. એટલે કે આવા જીવો પહેલા ગુણઠાણે જ રહે છે. તેની જેમ ચરણકરણાનુયોગનું સુંદર આસેવન હોવા છતાં દ્રવ્યાનુયોગના ચિંતન-મનન વિના આત્મજ્ઞાન પ્રગટ થતું નથી તે માટે તેવા પ્રકારનું વિશિષ્ટ જ્ઞાન પ્રગટ કરવામાં કેવળ એકલું ચરણકરણાનુયોગનું સુંદર સેવન ઉપકારી થતું નથી પણ દ્રવ્યાનુયોગનો અભ્યાસ અત્યન્ત જરૂરી છે. આ પ્રમાણે આ કાયિકવ્યવહાર માનસિક શુદ્ધિ વિના અનાસક્તિભાવ લાવવામાં કારણ બનતો નથી. જેમ કોઈ ગૃહસ્થ એવો જૈન મનમાં આવો વિચાર કરે કે ધન કમાવામાં ક્યાંય અલ્પમાત્રામાં પણ અનીતિ કરવી નહીં. નીતિપૂર્વક ધન કમાવું અને તેનાથી સઘળા સંસારવ્યવહાર કરવા, આટલું કરીએ તો પણ ઘણું જ છે. પ્રમાણિકતા એ જ મોટો ગુણ છે તે મોક્ષપ્રાપ્તિ કરાવશે જ, સંયમ લેવાની કંઈ જરૂર નથી. ભરત મહારાજા વગેરે અનેક ગૃહસ્થો મોક્ષે ગયા છે. માટે ત્યાગી થવાની કંઈ જરૂર નથી. આવા વિચારો કરે તો કેવળ આવા વિચારો જેમ ઉચિત નથી. કારણ કે આ વિચારો ધોરીમાર્ગનો નાશ કરનારા છે તેમ અનાસક્તિભાવ લાવવા માટે દ્રવ્યાનુયોગના અભ્યાસની અતિશય જરૂર છે. તેની ઉપેક્ષા કરવી એ જ મિથ્થાબુદ્ધિ છે. માટે ભણવા-ગણવાનું નેવે મુકીને દ્રવ્યાનુયોગની ઉપેક્ષા કરીને નિર્દોષ આહાર પાણી માત્ર કરવામાં જ ધ્યાન આપવું આવી આહારમાત્રની જ શુદ્ધિ આત્મલાભ કરવાના ફળવાળી બનતી નથી. દ્રવ્યાનુયોગનો અભ્યાસ અવશ્ય કરવો જોઈએ.

Loading...

Page Navigation
1 ... 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388