________________
છ સ્થાનોનો ઉપસંહાર
૩૫૧ કરે (પ્રીતિ કરે) પોતાના મગજમાં જે નયની વાત સમજાણી તેને જ સત્ય માનીને સ્વીકારી લે. બીજા નય તરફ દૃષ્ટિપાત પણ ન કરે આવો એક નયની વાતનો આગ્રહવિશેષ તે શ્રુતજ્ઞાન સમજવું.
ચિંતાજ્ઞાન તે બીજું જાણવું, આ જ્ઞાન કંઈક વિચારણાસ્વરૂપ છે જે કોઈ એકનયની વાત સાંભળે ત્યાં પણ ઘણી ઊંડી વિચારણા કરે અને સમજે કે આ નયથી આ વાત બરાબર છે. પરંતુ બીજા નયથી બીજી વાત પણ બરાબર છે, ત્રીજા નયની અપેક્ષાએ ત્રીજી વાત પણ બરાબર છે. આમ ઉહાપોહરૂપ=ચિંતન-મનન કરવા પૂર્વકનું આ જ્ઞાન છે ઘણા નયોવાળી વિકસિત દૃષ્ટિ હોવાથી પક્ષપાત=(હઠાગ્રહ) ટળી જાય છે.
હઠાગ્રહ ટળી જવાના કારણે આ જ્ઞાન સંકલેશ કરાવનારું રહેતું નથી. પરંતુ અસંક્લેશવાળું હોય છે. સર્વનયોની સાપેક્ષતાવાળું જ્ઞાન હોવાથી પક્ષપાત રહિત આ જ્ઞાન છે અને તેના કારણે સાનુગ્રહવાળું અનુગ્રહ (ઉપકાર) કરનારું છે. એટલે કે સ્વનો ઉપકાર કરનારું છે. આ જ્ઞાનવાળા
જીવને ખોટો આગ્રહ (ખોટો પક્ષપાત) દૂર થવાના કારણે તથા સાચા તત્ત્વનો નિર્ણય કરવાના કારણે યથાર્થ માર્ગાનુસારી બુદ્ધિ પ્રગટ થવા સ્વરૂપ જીવનો અનુગ્રહ (ઉપકાર) કરનારું આ જ્ઞાન હોય છે.
આ ચિંતાજ્ઞાન પ્રારંભમાં વિચારણારૂપ હોય છે. વિચારણા કરવાથી હઠાગ્રહ દૂર થાય છે અને ત્યારબાદ હઠાગ્રહ વિનાના જે જે વિચારો થાય છે તે તે વિચારો અસંક્લેશ સ્વરૂપ હોય છે. આવા પ્રકારના અસંક્લેશભાવવાળા વિચારોથી સર્વનયોની અપેક્ષાવાળો બોધ થાય છે. તેનાથી કોઈ એકાદ નય તરફના આગ્રહવાળો જે પહેલાં પક્ષપાત હતો તે ટળી જાય છે અને હઠાગ્રહ ટળવાના કારણે સ્યાદ્વાદવાળી દૃષ્ટિ પ્રગટ થાય છે. આ પ્રમાણે આ જ્ઞાન આ જીવ ઉપર ઘણો અનુગ્રહ કરનાર બને છે.
આ પ્રમાણે આ જ્ઞાનના કાળે સર્વે પણ નયોને યથાસ્થાને જોડવારૂપ પ્રયત્ન આ જીવ કરે છે. તેના કારણે પક્ષપાતરહિત પદાર્થનો સાચો બોધ