________________
૩૫૨
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ થાય છે. આવો આગ્રહ વિનાનો બોધ થવાના કારણે ધીરે ધીરે સર્વ ઠેકાણે આગ્રહ વિનાની નિર્મળ બુદ્ધિ-પ્રગટે છે અને સર્વત્ર નયસાપેક્ષ દૃષ્ટિ ખુલવાના કારણે સ્યાદ્વાદથી પદાર્થ યથાર્થપણે જાણી શકે તેવો નિર્મળ બોધ પ્રગટ થાય છે. ચિંતાજ્ઞાનનું આ જ પારમાર્થિક ફળ છે. સર્વત્ર આગ્રહની વૃત્તિ ચાલી જાય છે. આમ સાપેક્ષબુદ્ધિ થવી એ જ સ્વાનુગ્રહ થયો કહેવાય.
સારાંશ એ છે કે આ ચિંતાજ્ઞાનથી પ્રથમ હઠાગ્રહ દૂર થાય છે અને હઠ વિનાના ઉમદા વિચારોથી નિષ્પક્ષપાતપણે સર્વનયોના સમાવેશવાળું જ્ઞાન થાય છે. તેના કારણે સર્વત્ર સ્યાદ્વાદને લગાડીને સાપેક્ષ ભાવવાળી નિર્મળ બુદ્ધિ થાય છે. ક્યાંય કોઈ પણ જાતનો આગ્રહભાવ રહેતો નથી. અપેક્ષાપૂર્વકનું જ્ઞાન સર્વત્ર પ્રવર્તે છે.
આવા પ્રકારના ચિંતાજ્ઞાનના અભ્યાસથી યથાસ્થાને યથાયોગ્ય નયો જોડવાથી પરનો અનુગ્રહ થાય તેવું એટલે કે પરાનુગ્રહપ્રધાન ભાવનાજ્ઞાન પ્રગટે છે. આ જ્ઞાન થવાથી ક્યાં કયો નય પ્રધાન કરવાથી પરનો અનુગ્રહ થશે ? તેનું ધ્યાન રાખીને તે જીવ દેશના આપે છે.
સાંભળવા આવનારા જીવો કેવા છે ? કયા કયા નયની વાતથી વાસિત છે ? તેની સામે કયા નયની વાત કરીશું તો તે જીવોનો ઉપકાર થશે ઈત્યાદિ બાબતોનું ધ્યાન આપવા પૂર્વક દેશનામાં પ્રવૃત્તિ કરે છે. આ જ્ઞાનવાળો જીવ દેશ-કાળને ધ્યાનમાં રાખીને પરનો વધારે અનુગ્રહ કેમ થાય ? તે રીતે સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરે છે.
ભાવનાજ્ઞાનનું કાર્ય એ છે કે સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ આ જીવ કરે અને દેશ-કાળનું ધ્યાન રાખીને પરાનુગ્રહ થાય તેવી પ્રવૃત્તિ કરે. આ શ્રોતાઓ કેવા છે ? દેશ કયો છે ? કાળ કેવો છે ? ઈત્યાદિ જોઈને સામેના જીવોનો વધારેમાં વધારે ઉપકાર થાય તેવી ધર્મદેશના આપે.
કોઈકવાર ઉત્સર્ગમાર્ગની પ્રધાનતાવાળી દેશના આપે અને કોઈકવાર અપવાદમાર્ગની પ્રધાનતાવાળી દેશના આપે એટલે કે ક્યારે