________________
૩૪૭
છ સ્થાનોનો ઉપસંહાર | સર્વે પણ દર્શનો પ્રાયઃ એક એક નયને પકડીને તેના આગ્રહપૂર્વક પ્રરૂપણા કરનાર છે. જેમકે બૌદ્ધદર્શન વસ્તુમાં રહેલા પર્યાય પ્રમાણે પરિવર્તન પામતા સ્વરૂપને જ પ્રધાનપણે કહે છે. સાંખ્યદર્શન તે જ વસ્તુમાં રહેલા મૂળભૂત દ્રવ્યસ્વરૂપને જ કહે છે. આમ બધાં જ દર્શનો એકાંશગ્રાહી અને મિથ્યાત્વી છે. આ કારણે જ તે દર્શનો વૈરાયમાણ સ્વભાવવાળાં છે અને પરસ્પર ખંડન-મંડન કર્યા જ કરે છે અને લક્ષ્યા જ કરે છે.
આવાં આ દર્શનો એટલે નયો જ્યારે સ્યાદ્ધવાદ રૂપી દોરાથી ગુંથાઈ જાય છે ત્યારે પોતપોતાના અભિપ્રાય પ્રમાણે વસ્તુનું સ્વરૂપ જરૂર સમજાવે છે પણ અન્ય નયની માન્યતાનું ખંડન કરતા નથી. અન્ય નયની વાતની અપેક્ષા પણ હૃદયમાં રાખે છે. તેથી તે બાબતમાં મૌન સેવે છે.
જેમ પુષ્પોને યથાસ્થાને માળી ગોઠવે છે ત્યારે તે જ પુષ્પો સુંદર માળાપર્યાયને પામે છે તેમ સમ્યગ્દષ્ટિ આત્મા પુષ્પની તુલ્ય દર્શનોને યથાસ્થાને સ્યાદ્વાદરૂપી દોરામાં ગુંથી સુંદર માળા બનાવે છે કે જે શોભાને પામે છે.
આ રીતે સમ્યગ્દષ્ટિ જીવ સ્યાદ્વાદરૂપી દોરાથી સર્વદર્શનોરૂપ નયો સ્વરૂપ રત્નોને યથાસ્થાને ગોઠવીને વસ્તુના યથાર્થ સ્વરૂપને સમજાવે એટલે કે વસ્તુના યથાર્થ સ્વરૂપનું નિરૂપણ કરીને શોભા પામે છે.
આ રીતે નયો એકલા હોય ત્યારે લઢવાડિયા હોય છે અને વૈરાયમાણવૃત્તિવાળા હોય છે પરંતુ તે જ નયોને સ્યાદ્વાદથી અંકિત કરવામાં આવે છે. ત્યારે લઢવાડ ત્યજી દઈને વસ્તુના યથાર્થ સ્વરૂપનું પ્રતિપાદન કરનારા બને છે.
તેથી નયોનો અભ્યાસ અવશ્ય કરવો જોઈએ અને પછી યથાસ્થાને તે નયો લગાડીને અન્ય નયનો ઉચ્છેદ કર્યા વિના જ વસ્તુનું સાપેક્ષ ભાવે જ સ્વરૂપ બતાવવું. આ જ સાચો માર્ગ છે. જેમ આત્મા દ્રવ્યથી અનાદિ