Book Title: Samyaktva Shatsthan Chauppai
Author(s): Dhirajlal Dahyalal Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

View full book text
Previous | Next

Page 359
________________ ૩૪૨ સમ્યક્ત ષસ્થાન ચઉપઈ સમયમાં તે બીજ અંકુરો ઉત્પન્ન કરતું નથી. અને માત્ર અંતિમ સમયમાં જ અંકુરો મુકે છે. જેમકે આજે વાવેલી ગોટલી આજે કેરી ઉગાડતી નથી. કાળાન્તરે તે ગોટલી કેરી ઉગાડે છે. તેના ઉપરથી નક્કી થાય છે કે બીજમાં અંકુરાજનકશક્તિ અને અંકુરાની અજનકશક્તિ ભિન્ન ભિન્ન છે. એક જ કાલે સાથે આ બન્ને શક્તિઓ નથી રહેતી માટે, તેનાથી નક્કી થાય છે કે અંકારના અજનકશક્તિવાળા બીજથી અંકુરાના જનકશક્તિવાળું બીજ ભિન્ન છે. આ પ્રમાણે પ્રત્યેક સમયોમાં પદાર્થ ભિન્ન ભિન્ન જ છે અર્થાત્ એકાન્ત અનિત્ય જ છે. જેમ ઘટથી પટ ભિન્ન છે તેમ પ્રથમ સમયના ઘટથી બીજા સમયનો ઘટ પણ અત્યા ભિન્ન છે. પરંતુ ઘટાકારપણે સદેશ હોવાથી સરખે સરખાપણે દેખાવાના કારણે આ ક્ષણિકપણું જણાતું નથી. પરંતુ વાસ્તવિક છે ક્ષણિક જ. બીજના આકારસ્વરૂપે સમાન પ્રતીતિ થતી હોવાથી પૂર્વેક્ષણના બીજમાં અને ઉત્તરક્ષણના બીજમાં જે ભેદ છે તે જણાતો નથી. પરમાર્થથી વિચારીએ તો ક્ષણે ક્ષણે તે બીજ ભિન્ન-ભિન્ન જ છે પરંતુ બીજપણે સમાન હોવાથી અભેદનું જ્ઞાન થાય છે. આવા પ્રકારના અભેદના ભ્રમના લીધે “આ તે જ બીજ છે જે પૂર્વેક્ષણમાં હતું તે જ આ છે” આવો ભ્રમાત્મક અભેદનો બોધ થાય છે. વસ્તુતઃ ક્ષણ ક્ષણના બીજના પર્યાયને આશ્રયી તે બીજ જુદાં જુદાં જ હોય છે. જો જુદાં જુદાં બીજ ન હોત તો જેમ ચરમ સમયના બીજે અંકુરાના ઉત્પાદનનું કાર્ય કર્યું તેમ દ્વિચરમસમય આદિ સમયોમાં રહેલા બીજે અંકુરાનું ઉત્પાદનનું કાર્ય કેમ ન કર્યું? અને કિચરમ સમય સુધીના ક્ષણોમાં રહેલા બીજે જો અંકુરાનું ઉત્પાદન ન કર્યું. તો ચરમસમયવાળું બીજ પણ અનુત્પાદક જ કેમ ન રહ્યું? આના જવાબમાં માનવું જ પડશે કે ક્ષણે ક્ષણે પદાર્થ બદલાય છે. માટે પદાર્થ ક્ષણિકમાત્ર જ છે. આ પ્રમાણે સંદેશ ક્ષણપણાના દોષના કારણે અભેદનો આગ્રહ અને

Loading...

Page Navigation
1 ... 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388