________________
૩૧૭
સમ્યત્ત્વનાં છઠ્ઠા સ્થાનનું વર્ણન
પરંતુ છપસ્થ આત્મા પાસે કેવળજ્ઞાન ન હોવાથી આ જીવ આ વાત જાણી શકતો નથી કે મારા જીવમાં જે રત્નત્રયી પ્રગટ થઈ છે તે રત્નત્રયી કર્મોની વૈગુણ્યતાના અભાવવાળી છે કે કર્મોની વૈગુણ્યતાવાળી જ છે. આ વિષય બરાબર જાણતો ન હોવાથી છાસ્થ જીવો માટે તો રત્નત્રયી જ મુક્તિનું કારણ ગણી શકાય છે. જો રત્નત્રયીને મુક્તિનું કારણ માનીએ તો તેમાં વર્તતો રત્નત્રયિત્વ જે ધર્મ છે તે કારણતાવચ્છેદક કહેવાય. કારણ કે કારણમાં રહેલો જે ધર્મ તે ન્યાયની ભાષામાં અવચ્છેદક ધર્મ ગણાય અને કર્મની વૈગુણ્યતાના અભાવથી વિશિષ્ટ એવી રત્નત્રયીને જો કારણ માનવામાં આવે તો “કર્મની વૈગુણ્યતાના અભાવ વિશિષ્ટ રત્નત્રયિત્વ” આટલો લાંબો ૧૯ અક્ષરનો ધર્મ એ ન્યાયની ભાષામાં કારણતાવચ્છેદક ધર્મ કહેવાય.
કર્મોની વૈગુણ્યતાનો અભાવ જો હોય અને રત્નત્રયીની ઉપાસના કરે તો જરૂર મોક્ષ થાય છે. પરંતુ છદ્મસ્થ જીવ કેવી રીતે જાણી શકે કે આ જીવમાં આવેલી રત્નત્રયી, કર્મની વૈગુણ્યતાના અભાવવાળી છે કે કર્મના વૈગુણ્યતા વાળી છે ? આ જ્ઞાન છઘસ્થ આત્મા કરી શકતો નથી એટલે “રત્નત્રયd” આમ પાંચ અક્ષરના ધર્મને કારણતાનો અવચ્છેદક માનીએ તો તે લઘુધર્મ છે અને “કર્મની વૈગુણ્યતાના અભાવવિશિષ્ટ રત્નત્રયિત્વ” આમ ૧૯ અક્ષરનો ધર્મ લઈને તેને જો કારણતાનો અવચ્છેદક ધર્મ માનીએ તો અક્ષરોની સંખ્યાની અપેક્ષાએ ૧૯ અક્ષરો હોવાથી ગુરુધર્મ (મોટો ધમ) કારણતાનો અવચ્છેદક ધર્મ થાય છે.
ન્યાયની નીતિરીતિ એવી હોય છે કે લઘુધર્મ અવચ્છેદક બને તો તે ગુણરૂપ છે અને ગુરુધર્મ જો અવચ્છેદક બને તો તે દોષરૂપ છે જ્યાં સુધી લઘુધર્મ પ્રાપ્ત થઈ શકતો હોય તો ગુરુ ધર્મ ગૌરવવાળો હોવાથી લેવો જોઈએ નહીં તથા વળી જેની ઉપસ્થિતિ કરવામાં વિલંબ થાય તે