________________
સમ્યત્ત્વનાં છઠ્ઠા સ્થાનનું વર્ણન
૩૧૯ આ પ્રમાણે ગુરુધર્મની (૧૯) અક્ષરવાળા વૈપુતાના માવથીવિશિષ્ટરત્નત્રયિત્વ આટલા મોટા ગુરુધર્મની ઉપસ્થિતિ લીધા વિના જ માત્ર જ્ઞાનાદિક રત્નત્રયીમાં કારણતા સ્વીકારતાં સામાન્યથી વ્યભિચાર દોષથી અનુગત કારણતાનો નિશ્ચય થાય છે. એટલે કે વ્યભિચાર દોષવાળી જ કારણતા છે તો પણ સામાન્યપણે જ્ઞાનાદિ ત્રણ ગુણોનું સામ્રાજ્ય જ એટલે કે “રત્નત્રયી” જ કારણ કહેવાય છે.
આ પ્રમાણે જે જીવો મોક્ષે ગયા, જાય છે અને જશે એમ સર્વમાં જ્ઞાનાદિ ત્રણ ગુણોનું સામ્રાજ્ય જ કારણ છે. તેથી જ્ઞાનાદિ ત્રણ ગુણો અને મુક્તિ વચ્ચે અન્વયવ્યતિરેક સંબંધ છે માટે આમ નક્કી થાય છે કે રત્નત્રયી કારણ છે અને મુક્તિ એ કાર્ય છે. આવા કારણોના લીધે જ જ્ઞાન-તપ અને સંયમ નામના ત્રણે ગુણો આ આત્મામાં પ્રકાશ-શુદ્ધિ અને ગુપ્તિ કરવા દ્વારા મુક્તિના હેતુ બને છે. આમ આવશ્યકનિયુક્તિની ગાથા ૧૦૩ માં કહ્યું છે. જ્ઞાન આત્મામાં પ્રકાશ આપે છે. તપ આત્મામાં જુના કર્મો બાળીને શુદ્ધિ કરે છે અને સંયમ આ આત્મામાં નવાં આવતાં કર્મોને રોકીને આત્મામાં ગુપ્તિ કરે છે. માટે આ રત્નત્રયી જ મુક્તિનું કારણ છે.
તે આવશ્યક નિર્યુક્તિની ગાથાનો અર્થ આ પ્રમાણે છે. “જ્ઞાન એ પ્રકાશક છે. તપ એ શોધક છે અને સંયમ ગુણ એ ગુપ્તિને કરનાર છે. આ ત્રણે ગુણોનો સમાનપણે યોગ કરવામાં મોક્ષ થાય છે આમ જૈનશાસનમાં કહેવાયેલું છે.” (આવશ્યક નિર્યુક્તિગાથા ૧૦૩)
ઉપરની ચર્ચાથી સમજાશે કે રત્નત્રયી જ પ્રકાશ-શુદ્ધિ અને ગુપ્તિ આપવા દ્વારા આ જીવમાં મુક્તિનો હેતુ બને છે માટે મુક્તિ એ કાર્ય કરવું હોય તો રત્નત્રયી જ તેના ઉપાય છે અને તેને યથાર્થપણે આદરવા જોઈએ.