________________
૩૨૪
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ અંશથી યથાર્થજ્ઞાન હોવાથી સમ્યગ્દષ્ટિ જીવ પણ કેવલી કહેવાય છે. (કેવલજ્ઞાનીનો અનુયાયી હોવાથી કેવલીપણે ઉપચાર કરાય છે).
આવા પ્રકારની શ્રદ્ધાવાળા આત્માને નયો અને પ્રમાણ દ્વારા સઘળો પણ માર્ગ સાચો સૂઝે છે. કારણ કે તે સમ્યગ્દષ્ટિ આત્માને સાચા તત્ત્વની જ જિજ્ઞાસા હોવાથી અને બુદ્ધિમાં પણ તેવા સંસ્કાર પડેલા હોવાથી નયોની અપેક્ષા રહે છે. જે જે નયની અપેક્ષાએ જે જે પદાર્થ જે જે રીતે સંગત થાય છે તે તે નયની અપેક્ષાએ તે તે પદાર્થને યથાર્થ રીતે જોડે છે. આમ સર્વે પણ નયોને યથાસ્થાને જોડનાર બનવાથી સર્વે પણ નયોનો પરિપૂર્ણ યથાર્થ બોધ આ જીવને થાય છે.
આમ યથાર્થ બોધ થવાના કારણે આ આત્મા સમ્યગ્દષ્ટિ કહેવાય છે. આવા સમ્યગ્દષ્ટિ આત્માને આ છ સ્થાનોને આશ્રયી પરિપૂર્ણ બોધ સાચો જ સૂઝે છે. જો આ જીવને સારું એવું નયજ્ઞાન હોય તો તે તે નયોથી યથાસ્થાને યથાર્થપણે વસ્તુનું યુંજન કરે છે અને જો પોતાને તેટલું વિશાળ જ્ઞાન ન થયું હોય તો પણ તત્ત્વ રૂચિ હોવાથી છ સ્થાનોની પરીક્ષા કરવા પૂર્વક આ છ સ્થાનોને સ્વીકારતા તે જીવને જ્ઞાનીના વચનમાં વિશેષ શ્રદ્ધા હોવાથી ભગવાનના વચન ઉપરના પ્રેમને લીધે પોતાના ક્ષયોપશમ પ્રમાણે ભગવાને કહેલો સઘળો પણ માર્ગ તેને સાચો જ સૂઝે છે અને તેના ઉપર સાચો હાર્દિક પ્રેમ થાય છે.
તેથી અતિશય સ્પષ્ટપણે વસ્તુનો નય-પ્રમાણપૂર્વક બોધ ન હોવા છતાં પણ બીજરૂપે તે બોધને અભિમુખ હોવાથી તેનો આંશિક બોધ પણ કાળાન્તરે વિકાસ પામીને નય-પ્રમાણવાળા બોધમાં જ વિશ્રામ પામે છે. અને ત્યાં સુધી ગુરુની નિશ્રાએ જ રહે છે.
નાસ્તિકવાદી “આત્મતત્ત્વ” છે આ વાત જ સ્વીકારતો નથી. પાંચ ભૂતોમાંથી ચેતના થાય છે અને પાંચ ભૂતોમાં જ ચેતના વિલય પામી જાય છે. ગયા ભવથી અહીં કોઈ આવતું નથી. આવતા ભવમાં