________________
૩૨ ૨
સમ્યક્ત ષસ્થાન ચઉપઈ मारग साचो सूझइं । मिथ्यादृष्टि ते एक एक अंशनइ तत्त्व करीनइं ग्रहइ, बीजास्युं द्वेष करइ, तेहगांहिं कोइ राचस्यो मा ॥११६॥
વિવેચન - આ ગ્રંથમાં મિથ્યાષ્ટિનાં છ સ્થાનોનું સવિસ્તરપણે વર્ણન કર્યું છે (૧) નાસ્તિકવાદ = આત્મા જેવું કોઈ તત્ત્વ નથી, (૨) અનિત્યવાદ = સંસારના સર્વે પણ પદાર્થો અનિત્ય છે ક્ષણિક છે. (૩) અકર્તુક્વાદ-આત્મા કર્યાદિનો કર્તા નથી. (૪) અભોજ્જવાદ આત્મા કર્મફલાદિનો ભોક્તા નથી.
(૫) મોક્ષાભાવવાદ = મોક્ષ જેવું કોઈ તત્ત્વ છે જ નહીં અને
(૬) અનુપાયવાદ = મોક્ષના કોઈ ઉપાયો નથી. આ મિથ્યાષ્ટિના ૬ સ્થાનો છે. તે ૬ સ્થાનોને જે ત્યજે છે તે જ આત્મા શુદ્ધ સમ્યકત્વને પ્રાપ્ત કરે છે.
“સૂવું સવિત” આ શબ્દનો અર્થ એવો છે કે નામમાત્રથી જે સમ્યકત્વ કહેવાય છે તે દ્રવ્યસમ્યકત્વ છે. આ દ્રવ્ય સમ્યકત્વ તો તેવા પ્રકારની ક્રિયા કરાવવા દ્વારા ઉચ્ચરાવવામાં આવે છે કે સુદેવ-સુગુરુ અને સુધર્મને જ હું આદરીશ. કુદેવ-કુગુરુ અને કુધર્મને હું નહીં સ્વીકારું પણ આ દ્રવ્યસમ્યકત્વ જ કહેવાય છે. પરંતુ જે આત્મા સાચું તત્ત્વ જાણે છે અને તેને જાણીને તેનો જે પક્ષપાત રાખે છે. સાચા સમ્યકત્વનો જે સ્વીકાર કરે છે તેવા સમ્યકત્વ ગુણવાળો જીવ જો મિથ્યાષ્ટિએ માનેલાં આ ૬ સ્થાનોનો સમ્યભાવે વિચાર કરીને સમ્યકભાવે પરીક્ષા કરીને આ મિથ્યામતિનાં ૬ સ્થાનોને છોડી દે છે. ત્યજી દે છે. તે જ જીવ સાચા સમ્યત્વ ગુણને પ્રાપ્ત કરે છે.
પ્રશ્ન :- ઘણો વિચાર કરીને નિર્ણયાત્મકભાવે ૬ સ્થાનોની જે પરમ શ્રદ્ધા થાય તેને જ નિશ્ચય સમ્યકત્વ કેમ કહો છો ?
ઉત્તર :- તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી જ કહે છે કે “તત્પરીક્ષાનન્ય પાથરૂપ જ્ઞાન તે ન સમજિત છ” ઉપર જણાવેલાં મિથ્યાત્વનાં