________________
૨૮૨
સમ્યક્ત જસ્થાન ચઉપઈ ए अन्योन्याश्रय शास्त्रकारइं टाल्यो छड् । अल्पशमदमादिमंतनइं अधिकारिता प्रवृत्तिं विशिष्टशमादि सिद्धि ए अभिप्रायइं ॥१०९॥
વિવેચન :- અપુનર્બન્ધકાદિની (અહીં આદિ શબ્દથી માર્ગાભિમુખ માર્ગાનુસારી-માર્ગપતિત (માર્ગમાં રહેવું) આવા પ્રકારના પ્રાથમિક ગુણોની જે પ્રાપ્તિ આ જીવને થાય છે. તે ઘણો વિશિષ્ટ પ્રયત્ન કર્યા વિના પ્રાપ્ત થાય છે. એટલે કે અગિયારમા-બારમા ધોરણની પરીક્ષા આપીને કોલેજમાં પ્રવેશ કરનારો જીવ જેટલો પ્રયત્ન કરે છે. તેની અપેક્ષાએ બાલધોરણમાંથી પહેલા ધોરણમાં જનારા જીવને આવો ઘણો પ્રયત્ન કરવો પડતો નથી. એટલે કે બાલધોરણમાંથી પહેલા ધોરણમાં સુખે સુખે જવાય છે. પણ બારમા ધોરણથી કોલેજમાં ઘણા પ્રયત્નથી (ઘણા રાતઉજાગરા કરવાપૂર્વક જવાય છે. તેમ અપુનર્બન્ધકાવસ્થાની પ્રાપ્તિ થવી તે રત્નત્રયીની પ્રાપ્તિ થવા રૂપ ગરિષ્ઠકાર્યની અપેક્ષાએ પૂર્વસેવારૂપ છે અને મૃદુતર છે. (અતિશય) અલ્પપ્રયત્નથી સાધ્ય છે.
સારાંશ એવો છે કે પહેલા ધોરણ પછીના ધોરણો પાસ કરવામાં ઘણો ઘણો પ્રયત્ન કરવો પડે છે. તો પણ તે ધોરણમાં પાસ થવાય અથવા ન પણ થવાય એટલે આ કાર્ય ઘણાં વિદનોવાળું છે અર્થાત્ કઠીન કાર્ય છે. પરંતુ બાલધોરણમાં પાસ થવું અને પહેલા ધોરણમાં આવવું આ કાર્ય એટલું કઠીન નથી પણ મૃદુતર છે.
ઉપર કહેલા ઉદાહરણને અનુસાર આ જીવનો જ્યારે ચરમાવર્તનો કાળ આવે છે ત્યારે તથાભવ્યતા પાકી હોવાથી અને કાળનો પણ પરિપાક થયો હોવાથી તથા ભવસ્થિતિનો પણ પરિપાક થયો હોવાથી આ જીવ સહજપણે (ઘણો પ્રયત્ન કર્યા વિના જ) અપુનબંધક જેવી ઉચ્ચ અવસ્થાને પામે છે. એટલે આ ગુણ પ્રાપ્ત કરવો તે મૃદુતર છે. અર્થાત્ કોમળ છે. સહેજે સહેજે આવી જાય છે. બાલધોરણમાંથી પહેલ ધોરણમાં જવા જેવું આ કાર્ય છે.