________________
સમ્યક્તનાં છઠ્ઠા સ્થાનનું વર્ણન
૨૮૫ વિવક્ષિત ગુણની પ્રાપ્તિ માટેની અધિકારિતા (યોગ્યતા) આવે છે અને અધિકારિતા (યોગ્યતા) આવી હોય તો જ વિશિષ્ટ એવા અમદમાદિ ગુણોની પ્રાપ્તિ થાય છે. આમ એક-બીજા ઉપર આધાર રાખતા હોવાથી અન્યોન્યાશ્રય દોષ આવે છે. પરંતુ આ દોષને ટાળવા માટે પ્રથમ “શમદમાદિવંતને” જે વાક્ય છે ત્યાં “અલ્પશમદમાદિવેતન” આવો અર્થ કરવો.
આવો અર્થ કરવાથી અલ્પ શમદમાદિ ગુણવાળાને અધિકારિતા આવે છે અને અધિકારિતાવાળાને વિશિષ્ટ શમદમાદિ ગુણોની પ્રાપ્તિ થાય છે. આમ કરવાથી અન્યોન્યાશ્રય દોષ આવતો નથી. અહીં શમ એટલે સમતા અર્થાત્ કષાયોનો ત્યાગ અને વર્ષ એટલે દમન અર્થાત્ ઈન્દ્રિયોનું દમન આવો અર્થ કરવો. એટલે અલ્પશમદમાદિ ગુણોથી અધિકારિતા આવે છે અને અધિકારિતા આવવાથી વિશિષ્ટ શમદમાદિ ગુણો આવે છે. આવો અર્થ કરવામાં આ અન્યોન્યાશ્રય દોષ આવતો નથી.
જ્યારે આપણો આ જીવ તત્ત્વ પ્રાપ્ત કરવાને અભિમુખ થાય છે ત્યારે અનંતાનુબંધી કષાય મંદ થાય છે. આમ થવાથી આ જીવમાં જે “અસદ્ આગ્રહ” હતો તે મોળો પડે છે. અસદ્ આગ્રહ અનિવર્તિનીયને બદલે નિવર્તનીય થાય છે. આ પ્રથમ ગુણની પ્રાપ્તિ પૂર્વે આ “અસ આગ્રહ” અનિવર્તિનીય હતો તેથી જ અપુનબંધકાદિ પ્રાથમિક ગુણપ્રાપ્તિ પૂર્વે મહાત્મા પાસે તત્ત્વ સાંભળે, ધર્મપ્રવૃત્તિ પણ કરે. દીક્ષા પણ ગ્રહણ કરે. વ્યાખ્યાનાદિ પણ આપે, તો પણ પોતાનામાં રહેલો “અસ અગ્રહ” નિવૃત્તિને પામે નહીં.
અપુનબંધકદશા આવ્યા પૂર્વે અલ્પ પણ શમદમ ગુણ આવ્યો નથી. તેથી આવા પ્રકારના જીવોમાં ઈન્દ્રિયોના વિષયોનું આકર્ષણ જબરૂ હોય છે. તેથી ધર્મપ્રવૃત્તિ કરે તો પણ ઈન્દ્રિયોના વિષયોની પ્રાપ્તિની