________________
સમ્યક્તનાં છઠ્ઠા સ્થાનનું વર્ણન
૨૯૧ છતાં પણ પૂર્વભવના અભ્યાસના કારણે ભરત મહારાજા આદિ કેવળ એક ભાવનાને બળે નિર્લેપદશા પ્રાપ્ત કરી શક્યા છે. પરંતુ તે રાજમાર્ગ નથી. રાજમાર્ગ તો તે છે કે નિગ્રંથ સાધુપણું પ્રાપ્ત કરવું અને ધર્મક્રિયાઓમાં લયલીન રહેવું. કારણ કે આ ધોરીમાર્ગ છે અને માર્ગે ઘણા જીવો કલ્યાણ પામ્યા છે અને ભવિષ્યમાં પણ પામશે.
જેમ આડા અવળા માર્ગે ચાલનારો કોઈ મનુષ્ય કદાચ વિનો વિના પોતાના ઈષ્ટ સ્થાને પહોંચી ગયો તો પણ તે સ્થાને પહોંચવાનો આ ધોરીમાર્ગ (રાજમાર્ગ) નથી. કોઈ પણ બુદ્ધિશાળી મનુષ્ય લોકોના અવરજવરવાળા માર્ગને છોડીને આડા-અવળા માર્ગે જવાનું પસંદ કરે નહીં. કારણ કે તેમાં ઈષ્ટ સ્થાને પહોંચે એક-બે વ્યક્તિ અને લુંટાય અનેક વ્યક્તિ, માટે આ માર્ગ સર્વ જીવો માટે બરાબર નથી. આ માર્ગને રાજમાર્ગ કહેવાતો નથી.
તથા નિર્લેપ થવાનો અને મોહરહિત થવાનો સાચો અને સરળ માર્ગ નિગ્રંથ થવાનો અને નિગ્રંથપણાની ધર્મક્રિયા કરવાનો છે. ભરત મહારાજા વગેરેના ઉદાહરણમાં પૂર્વભવના અતિશય અભ્યાસના કારણે બાહ્ય આલંબન વિના પણ ભાવનામાત્રથી અંતરંગ વીર્ય ઘણું ઉછળ્યું છે. તે ઉછળતું વીર્ય કર્મોના ભુક્કા બોલાવી દે છે. પરંતુ બધા જીવો આટલા બધા શક્તિશાળી હોતા નથી. તેથી જે જીવો ઉત્તમ આલંબનવાળા થઈને વિચરે તો પણ મોહરાજાનો પરાભવ ન કરી શકે તેવા પામર હોય છે. અને ભરત મહારાજા આદિનાં ઉદાહરણો આપીને દલીલો ભલે કરે પરંતુ ભાવરોગનો તેઓ નાશ કરી શકે નહીં. જીવો બીલાડીથી પણ ડરતા હોય તે જીવો સિંહની સામે કેમ થઈ શકે? આ વાત કેમ ઉચિત કહેવાય ? અર્થાત્ ઉચિત નથી.
તેથી જ ભિન્ન ભિન્ન આલંબનો દ્વારા રત્નત્રયીની સાધના કરવા વડે મુક્તિની પ્રાપ્તિ થાય છે. તેથી જ આલંબનોની ભિન્નતાના કારણે
૨૦