________________
૨૯૨
સમ્યક્ત ષડ્રસ્થાન ઉપઇ. જ મોક્ષનો માર્ગ ભિન્ન ભિન્ન છે. સારાંશ કે ભિન્ન ભિન્ન માર્ગનું આલંબન લેવા દ્વારા મોહરાજાને જીતીને મોક્ષે જવાય છે. માર્ગ ભલે ભિન્ન ભિન્ન હોય પરંતુ અંતે તો મોહ નાશ કરવો છે આ જ માર્ગ છે. આ જ રાજમાર્ગ છે. આ રાજમાર્ગે મુનિપણાની ક્રિયા આચરવી એ જ ધોરીમાર્ગ છે. કારણ કે મોટાભાગના જીવો આ જ માર્ગ મોક્ષે ગયા છે, જાય છે અને જશે.
આ પ્રમાણે વ્યવહારમાર્ગે ચાલવું અને આ વ્યવહારમાર્ગની શ્રદ્ધા કરવી એ જ આપણા માટે હિતકારી માર્ગ છે. આ કારણથી જે લોકો ભરતાદિનું ઉદાહરણ આપીને ધર્મક્રિયા કરવાની જરૂર નથી આમ કહીને ધર્મક્રિયાનો ઉચ્છેદ કરે છે. તેઓને શાસ્ત્રકાર ભગવંતોએ મહાપાપી કહ્યા છે. રાજમાર્ગના તેઓ લોપક છે આમ જાણવું.
નિગ્રંથપણાની ધર્મક્રિયા કરવી આ જ રાજમાર્ગ છે. તે રાજમાર્ગને છોડવો જોઈએ નહીં. આ જ શુદ્ધ વ્યવહાર છે. આથી કરીને શુદ્ધ વ્યવહારને માન્ય એવા ધોરીમાર્ગને છોડીને ભરત મહારાજા આદિનું આલંબન લઈને સ્વયં પોતે જે જીવો ધર્મક્રિયા કરતા નથી અને બીજાને પણ ધર્મક્રિયા ન કરવાનો ઉપદેશ આપે છે તથા કહે છે કે ધર્મક્રિયા કર્યા વિના ભરત મહારાજા આદિ ઘણા જીવો મોક્ષે ગયા છે તેથી મોક્ષે જવાનો માર્ગ માત્ર નિર્લેપ થવાની ભાવના ભાવવી એ જ છે. પરંતુ બાહ્યક્રિયા કરવાની કંઈ જરૂર નથી. આવું કહેનારા ધર્મક્રિયાઓનો ઉચ્છેદ કરીને મહાપાપ બાંધે છે. આમ શાસ્ત્રકાર મહર્ષિપુરુષો કહે છે.
શરીરમાં રોગો પણ ઘણા છે તથા તે રોગોનો નાશ કરનારાં ઔષધો પણ ઘણાં હોય છે. ત્યાં જે જીવને જે ઔષધ જે રોગનું નાશક બને તે જીવને તે ઔષધ તે રોગના નાશ માટે ઉપકારક અને આદરણીય છે. તેમ મોહરાજાને જિતવાના માર્ગો ભિન્ન ભિન્ન અનેક છે. તપ, જ્ઞાન, ધ્યાન, આલોચના, ગુરુસેવા વગેરે અનેક માર્ગો છે. પરંતુ જે