________________
૨૮૪
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ દિવસો કે અન્તિમ દિવસોની રાત્રિના સમયે ભૂત-પ્રેત-પિશાચાદિ દૈવિક ઉપદ્રવ થાય છે. સત્ત્વ, પરાક્રમ, ધીરજ આદિ ગુણો વિના અંતિમ બે દિવસની સાધના સફળ થતી નથી. તેમ અહીં પણ મોક્ષમાર્ગની સિદ્ધિ પ્રાપ્ત કરવા સ્વરૂપ ઉત્કૃષ્ટગુણની પ્રાપ્તિમાં મોહરાજાનાં ઘણાં વિઘ્નો આવે છે તે વિઘ્નો સત્ત્વ, પરાક્રમ, ધીરજ આદિ ગુણો વિના દૂર થઈ શકતાં નથી. માટે મોક્ષાત્મક કાર્ય, તેમાં કારણભૂત રત્નત્રયીની સાધના કરવા રૂપ કારણથી જ પ્રગટ થાય છે. અને તે રત્નત્રયીની સાધના કરવા સ્વરૂપ કારણકાલે ઘણાં વિઘ્નો આવે છે. તે પૂર્વકાલીન ગુણ વિના આ વિઘ્નો દૂર કરીને મોક્ષાત્મક કાર્યની સિદ્ધિ કરી શકાતી નથી.
“અપુનબંધક” જેવો પ્રથમ ગુણ કાળ પાકે ત્યારે સહજતાથી આ જીવને પ્રાપ્ત થાય છે. પરંતુ રત્નત્રયીની સાધના કરવારૂપ બીજા ગુણો પ્રથમના ગુણ દ્વારા જ પ્રાપ્ત થાય છે. એટલે જ ગ્રંથકારશ્રી ટબાની પંક્તિમાં કહે છે કે અપુનબંધકાદિ ધર્મક્રિયાની પ્રાપ્તિ તે પાછળ પ્રગટ થનારા ગુણોની પ્રાપ્તિ માટે પૂર્વસેવા સ્વરૂપ છે. તે અપુનબંધકપણુ, તથા આદિ શબ્દથી માર્ગાભિમુખતા માર્ગાનુસારિતા, માર્ગપતિતતા, વગેરે ગુણો સહજતાથી જ આ જીવમાં આવે છે. અપુનર્બંધકાદિ ગુણો મેળવવામાં બીજા ગુણોની અતિશય જરૂરિયાત રહેતી નથી. ઘણો પ્રયત્ન કરવો પડતો નથી. કાળ પાકે એટલે તુરત જ આવી જાય છે. પરંતુ રત્નત્રયીની સાધના કરવા સ્વરૂપ બીજા ગુણોની પ્રાપ્તિ કરવી હોય તો પ્રથમનો ગુણ પ્રાપ્ત કર્યા વિના થતી નથી અને તેમાં ઘણાં વિઘ્નો આવે જ છે.
જેમ “મહાવિદ્યાની” સિદ્ધિમાં અન્તિમકાળમાં વેતાલ (ભૂત-પ્રેત) આદિ દેવોના ઉપદ્રવો થાય છે તેમ સમ્યક્ત્વ સંયમશ્રેણી કેવલજ્ઞાન આદિ ઉત્કૃષ્ટગુણોની સિદ્ધિ કરવામાં બહુલા અરિષ્ટ (ઘણાં વિઘ્નો) થાય છે. આવાં વિઘ્નો પૂર્વકાલીન ગુણપ્રાપ્તિ કર્યા વિના કેમ ટળે ?
આ કારણથી જ “શમદમાદિ ગુણો''ની પ્રાપ્તિ થઈ હોય તો જ