________________
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ
જેમકે અમદાવાદથી મુંબઈ જવા ઉપડેલી ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસ આદિની સીટમાં અથવા સ્લીપર ડબામાં બેઠેલો માણસ નિદ્રાવાળો થાય છે, ઘસઘસાટ ઊંઘે છે. કારણ કે મુંબઈ ઘણું મોડું છે એટલે નિશ્ચિન્તપણે સુઈ જાય છે, પરંતુ જ્યારે બોરીવલી સ્ટેશન આવે છે ત્યારે મુંબઈ સેન્ટ્રલ આવવાનો કાળ પાક્યો છે એટલે સફાળો જાગી જાય છે. કદાચ ન જાગે તો તેમની સાથેનો તેમનો પરિવાર તે જીવને જગાડે છે અને ઝટપટ બાજી સંકેલે છે. ભલે અમદાવાદથી ફર્સ્ટક્લાસનો ડબ્બો મળ્યો હોય અથવા એરકંડીશનવાળા સ્લીપર કોચમાં આ જીવ ઊંઘ્યો હોય તો પણ તે ટ્રેનમાં બેસવાનો કે ઊંઘવાનો મોહ છોડીને ઉતરવાની તજવીજ કરે છે. તેમ અહીં પણ સમજવું. ચરમાવર્તના કાળમાં મોક્ષ તરફની તૈયારી ચાલુ થઈ જાય છે.
૨૮૦
ચરમાવર્તમાં આવેલા જીવનો તીવ્ર-તીવ્રત૨ પણે સંસાર કાપવાનો પરિણામ બનતો જાય છે. મોહદશા નબળી પડતી જાય છે. આ રીતે આ જીવમાં
(૧) ભવસ્થિતિનો પરિપાક (ભવોનું પાકી જવું)
(૨) કાળનો પરિપાક (સંસારમાંથી નીકળવાના કાળનું પાકવું) (૩) તથાભવ્યતાના પર્યાયનું પ્રગટ થવું (મોક્ષગમનની યોગ્યતા પાકી જવી).
આ બધા ભાવો પ્રગટ થતાં પોતાના આત્માના ગુણો પ્રગટ કરવા તરફ ભારે ઉલ્લાસ પૂર્વક આ જીવ પ્રેરાય છે.
આ રીતે ઉપરોક્ત કારણો મળતાં મોક્ષાત્મક કાર્ય સિદ્ધ કરવા આ જીવ રત્નત્રયીની સાધનાનો ઘણો પુરુષાર્થ કરે છે. ત્યાં પ્રથમ યથાપ્રવૃત્તકરણ કરીને સત્તામાં રહેલા અને આજ સુધી સતત બાંધેલા કર્મોને તોડીને સાતે કર્મોની સ્થિતિ અંતઃકોડાકોડી સાગરોપમ માત્રની કરે