________________
૨૭૮
સમ્યક્ત ષસ્થાન ચઉપઈ અપનાવવાથી થાય છે અને કેટલાંક કર્મોનો નાશ ભવસ્થિતિનો પરિપાક થવાથી આવા પ્રકારના ઉપાય વિશેષ અપનાવ્યા વિના સહજપણે થાય છે. જેમકે મરૂદેવા માતા હાથી ઉપર શ્રી ઋષભદેવના દર્શન કરવા જતાં હતાં અને ત્યાં જ વૈરાગ્યવિશેષ થવાથી તપ-જપ-ચારિત્ર આદિની સાધના કરવા રૂપ ઉપાય અપનાવ્યા વિના જ કેવળજ્ઞાન પામ્યાં અને મોક્ષે ગયાં.
આ રીતે ભવસ્થિતિ એટલે લાંબો કાળ સંસાર ચલાવે તેવી જીવમાં રહેલી તેવા પ્રકારની કષાયોવાળી યોગ્યતા, એટલે કે આ જીવમાં રહેલો મિથ્યાભાવવાળો આગ્રહ વિશેષ (અસદ્ આગ્રહ) તેના કારણે તે જીવનો આ સંસાર લાંબો કાળ ચાલે છે. જીવમાં રહેલો આ મિથ્યા આગ્રહ (મિથ્યાત્વ-અસઆગ્રહ) જેટલો જોરમાં હોય છે તેટલા કાળ સુધી તે મિથ્યાઆગ્રહ નિવૃત્તિ પામતો નથી. '
અનાદિ કાળથી આ અસઆગ્રહ (મિથ્યાત્વ) ના કારણે આ જીવ સંસારમાં ભટકે છે. ચરમપુદ્ગલપરાવર્તનના કાળની પૂર્વેના કાળમાં આ અસઆગ્રહ (મિથ્યાભાવવાળી બુદ્ધિ)ના કારણે જ ઘણો લાંબો કાળ સંસાર ચાલે એવી આ જીવની પરિણતિ (પરિણામ ધારા) હોય છે જેને ભવસ્થિતિ (સંસારમાં રહેવાપણારૂપ) કહેવાય છે.
આમ કરતાં કરતાં જ્યારે ચરમ પુલપરાવર્તનનો કાળ આવે છે ત્યારે આ અસઆગ્રહ (મિથ્યાત્વદશા) ધીરે ધીરે મંડી પડતી જાય છે. આ અસદુઆગ્રહ મંદ થવાના કારણે મોક્ષે જવાનો કાળ પાક્યો હોવાના કારણે તથા સુદેવ-સુગુરુ અને સુધર્મ આદિનો તેવા પ્રકારનો યોગ થવાના કારણે આ અસઆગ્રહ (મિથ્યાત્વવાળી દશા) નિવૃત્ત થવા માંડે છે. આવા પ્રકારની અસઆગ્રહની/મિથ્યાત્વવાળા ભાવની જે નિવૃત્તિ થાય તેને જ “ભવસ્થિતિના પરિપાકવાળી અવસ્થા” કહેવાય છે અથવા “કાળનો પરિપાક” પણ કહેવાય છે.