________________
૨૭૬
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ જો મુક્તિ આપ્યા વિના ચાલ્યા જ જતા હોય તો તેમાં કારણનું લક્ષણ ઘટે જ નહીં. યથાર્થ કારણનું લક્ષણ જ આવું છે કે “અનન્યથાસિદ્ધત્વે મતિ नियतपूर्ववृत्तित्वं कारणस्य लक्षणम्".
આ કારણે જે જીવની ભવસ્થિતિનો પરિપાક થયો તે જીવમાં અવશ્ય ગુણોનો પ્રાદુર્ભાવ થાય જ છે અને તેનાથી અપુનર્બન્ધક અવસ્થા આવે જ છે. તેનાથી ત્રણ કરણો કરવા દ્વારા આ જીવ અવશ્ય ઉપર આવે છે. ધીરે ધીરે કેવલજ્ઞાની બનીને ભવનો અંત કરનાર બને છે.
આ પ્રમાણે સૌથી પ્રથમ આ જીવમાં જે ગુણોનો પ્રાદુર્ભાવ થાય છે. તેમાં કાલવિશેષ એટલે કે કાલનો પરિપાક થયો એ જ મોટું કારણ જાણવું, ભવમાંથી નીકળવાનો કાળ પાક્યો છે એ જ સાચું કારણ છે. આ પ્રમાણે જ ઘર્ષણ ધોલનન્યાયે અથડાતાં કુટાતાં કુટાતાં આ જીવનો મોક્ષે જવાનો કાલ પાકે છે ત્યારે આવા પ્રકારના કાલના પરિપાકથી જ જ્ઞાનાદિ ગુણો પ્રગટ થાય છે અને આ ગુણોથી જીવનું ઉર્વારોહણ થાય 9.1190911
અવતરણ :- જો ભવનો પરિપાક ગુણો પ્રાપ્ત કર્યા વિના થતો હોય તો તેની જેમ મોક્ષની પ્રાપ્તિ પણ ગુણો પ્રાપ્ત કર્યા વિના જ કેમ ન થાય ? શા માટે ગુણો મેળવવા જોઈએ ? જેમ ગુણો વિના ભવનો પરિપાક થયો તેમ ગુણો પ્રાપ્ત કર્યા વિના જ એટલે કે રત્નત્રયીની સાધના કર્યા વિના જ મુક્તિની પ્રાપ્તિ પણ કેમ ન થાય ? આવો કોઈ શિષ્ય પ્રશ્ન કરે છે તેનો ઉત્તર આપતાં જણાવે છે કે
-
એક ઉપાય થકી ફલપાક, બીજો સહજઈ ડાળવિપાક | કારણતણો ઈમ જાણો ભેદ, કારણમાં સ્યું આણો ખેદ II૧૦૮॥
ગાથાર્થ :- ફળના પરિપાક રૂપ એક કાર્ય કારણથી થાય છે અને આજ ફળના પરિપાક રૂપ બીજું કાર્ય શાખાની ઉપર સહજપણે