________________
સમ્યક્તનાં છઠ્ઠા સ્થાનનું વર્ણન
૨૭૭ પણ થાય છે. આમ ફળના કારણમાં ભેદ સમજો. માટે કારણ બે પ્રકારનાં માનવામાં ખેદ કેમ લાવો છો ? /૧૦૮
રબો - ૩પાયથી પત્નો પાવ થ૬ છઠ્ઠ પત્નત્રપ્રમુ9માં घाली अकालइ आंबा पचवीइं
बीजो सहजइ डालथी ज पाक हुइ छइ । इम करमविपाक एक उपायइ छइ । एक सहजइ छइ । ए कारणनो भेद जाणीनइ करणमांहि स्यो खेद आणो ? केतलाइक कार्य सहजइ थयां, तो उद्यम स्यो करिइं ? इम स्युं मुंझाओ छो ? ॥१०८॥
વિવેચન :- આ સંસારમાં જે જે કાર્યો થાય છે તે તે કાર્યો બે પ્રકારનાં હોય છે. (૧) એક કાર્ય (ફળનો પરિપાક) ઉપાયો અજમાવવાથી થાય છે જેમકે કોઈ કોઈ કાચી કેરીઓ પલાલ (ઘાસ) વગેરેમાં નાખી રાખવાથી પાકે છે અને (૨) કોઈ કોઈ કરી તેનો કાળ પાકવાથી સહજપણે જ પાકે છે. જેમકે આંબા ઉપર રહેલી કેટલીક કેરીઓ (ઘાસમાં નાખવાનો ઉપાય અપનાવ્યા વિના) સહજપણે જ આંબાના ઝાડની ડાળી ઉપર રહી છતી જ પાકે છે.
સારાંશ કે કેટલીક કેરીઓ ઘાસમાં નાખીને ઉપાય વિશેષ અપનાવવાથી પાકે છે અને કેટલીક કેરીઓ આવા કોઈપણ જાતના ઉપાયો અપનાવ્યા વિના આંબાના ઝાડની ડાળી ઉપર રહી છતી જ સહજપણે જ પાકે છે તેની જેમ આ જીવમાં પણ અનાદિકાળથી ભાવમલ સ્વરૂપ જે ભાવકર્મ છે તે કર્મોનો વિપાક (કર્મો ફળ આપે તેવા પાકી જવાં અને પોતાનું ફળ બતાવીને આત્માથી છુટાં પડી જવાં આ સ્વરૂપ કાય) પ્રયત્નવિશેષ કરવાથી પણ થાય છે અને પ્રયત્નવિશેષ કર્યા વિના પણ સહજપણે પણ દૂર થાય છે. જેમકે કેટલાંક કર્મોનો નાશ જ્ઞાનદર્શન-ચારિત્ર સ્વરૂપ રત્નત્રયીની સાધનાવિશેષ કરવા રૂપ ઉપાય