________________
સમ્યક્તનાં છઠ્ઠા સ્થાનનું વર્ણન
૨૭૯ આ પ્રમાણે ભવસ્થિતિ પરિપાક થવાના કારણે અથવા કાળપરિપાક થવાના કારણે ભવભ્રમણા કરાવે એવાં કર્મો બંધાવાના બદલે ભવભ્રમણામાંથી બચાવે એવા ધર્મ તરફ આ જીવનો વળાંક થાય છે. તેમાં ઉપકારી મહાત્મા પુરુષોના ઉપદેશ, શ્રેષ્ઠ વાંચન આદિ સામગ્રીનો યોગ મળતાં તે જીવમાં ગુણોનો વિકાસ થાય છે અને દોષોનો હ્રાસ થાય
આ પ્રમાણે થતી પ્રક્રિયામાં સૂક્ષમ બુદ્ધિથી વિચાર કરીએ તો કાળની પરિપક્વતાના કારણે અથવા ભવસ્થિતિના પરિપાકના કારણે જ આ જીવનો અસઆગ્રહ (મિથ્યાભાવ) જે મંદ થયો. તે પ્રથમ ગુણ આ જીવમાં પ્રગટ થાય છે અને અસત્ આગ્રહ મંદ થવા રૂપ પ્રથમ એક ગુણ આવ્યા બાદ તેમાં સદ્ગુરુ આદિની સામગ્રીનો સહયોગ મળવાથી આગળ આગળ બીજા ઘણા ગુણો પ્રગટ થાય છે.
આ જીવનો સંસાર લાંબો કાળ ચાલે તેવી, કર્મો બાંધવાની જે મલીન પરિણતિ (ભાવમલ) છે તે ભાવમલ “રાગ-દ્વેષ અને મોહના વિકાર સ્વરૂપ છે. (૧) સંસારી ભાવોનો રાગ, (૨) આત્મકલ્યાણકારક ભાવો ઉપર દ્વેષ અને (૩) સાચા તત્ત્વની અજ્ઞાનદશા રૂપ મોહ. આ ત્રણ મોટા દોષોને જ ભાવમલ કહેવાય છે. સર્વે પણ સંસારી જીવોમાં આ ભાવમલરૂપ મલીન આત્મપરિણતિ હોય જ છે. પરંતુ મોક્ષ જ્યારે મોડો થવાનો હોય ત્યારે દૂર દૂર કાળનાં પુગલ પરાવર્તામાં આ ભાવમલ અપરાવર્તનીય (બદલી ન શકાય તેવો) જોરમાં હોય છે. જ્યારે ચરમાવર્તનો કાળ આવે છે ત્યારે આ ભાવમલ ઘણો જ ઢીલો (મંદ) થઈ જાય છે. આ કારણે જ ચરમાવર્તમાં આવેલો જીવ ભાવમલને ઓગાળતો ઓગાળતો અનુક્રમે સમ્યકત્વ-સંયમ-શ્રેણિ-વીતરાગતા અને કેવલજ્ઞાન પામીને અયોગી થઈ મોક્ષગામી બને છે.