________________
સમ્યક્ત્વનાં છટ્ઠા સ્થાનનું વર્ણન
૨૬૭
આ ઉદાહરણથી જ સમજાય છે કે “સર્જ્યું હશે તે થશે” આ સિદ્ધાન્ત બરાબર નથી. પણ કારણો લાવીને કાર્યનો અર્થી જીવ કારણોને કાર્યની ઉત્પત્તિમાં જોડે છે તો જ કાર્ય થાય છે આ જ વાત મુક્તિમાં પણ સમાન જ છે. મુક્તિના ઉપાયો જ્ઞાન-દર્શન અને ચારિત્ર છે. તેમાં જ સતત પ્રયત્નશીલ રહેવાથી મુક્તિઆત્મક કાર્ય અવશ્ય થાય જ છે અન્યથા થતું નથી માટે આ સિદ્ધાન્ત સ્વીકારી લેવો જોઈએ.
જેમ ઘટના અર્થીને ઘટનાં કારણો પ્રત્યે રીસ હોતી નથી પણ હોંશે હોંશે તે કારણોને સેવીને ઘટ બનાવે છે તેમ મુક્તિના અર્થીને મુક્તિના કારણો સાથે દ્વેષ હોવો જોઈએ નહીં પણ તેનાં કારણોની ઉપાસના કરીને મુક્તિ મેળવવા પ્રયત્નશીલ થવું જોઈએ. અવ્યભિચારી કારણોનું સતત આસેવન જ મુક્તિ આપે છે તેથી તેના પ્રત્યે રીસ કેમ
રખાય ?
અથવા “જે સર્જ્ય હશે તે થશે” આ સિદ્ધાન્તને જો બરાબર સ્વીકારો છો તો ‘અતિ-વ્યભિચારિણું સૌ રીન્ન' શત્રુ આવે ત્યારે અથવા વ્યભિચારી કોઈ સ્ત્રી અથવા પુરુષને દેખો ત્યારે અને આદિ શબ્દથી ચોર-દુશ્મન-સર્પ આદિને દેખો ત્યારે ‘“સી રીક્ષ’” આટલો બધો અણગમો કેમ કરો છો ? ત્યારે પણ “સર્જ્ય હશે તે થાશે” એમ માનીને શાન્ત બેસી કેમ રહેતા નથી. જો ત્યાં બચવા માટે પ્રયત્ન કરો જ છો તો આ સિદ્ધાન્ત ક્યાં રહ્યો ? આ જ ન્યાયથી મોક્ષ મેળવવામાં પણ બેસી રહેવું જોઈએ નહીં. પણ મોક્ષના ઉપાયોમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. II૧૦૪
અવતરણ :
જે વાદી મોક્ષને માને છે પણ મોક્ષના ઉપાયોને માનતો નથી અને તેના બચાવમાં કહે છે કે જ્યારે આ જીવનો મોક્ષ સર્જાયો હશે ત્યારે થશે” આમ માનનારાએ સંસારના પણ ઈષ્ટ કાર્યોમાં પ્રવૃત્તિ કરવી જોઈએ નહીં. જ્યારે તે ઈષ્ટપદાર્થની પ્રાપ્તિ થવાની હશે