________________
સમ્યત્ત્વનાં પાંચમા સ્થાનનું વર્ણન
૨૪૭ વિવેચન :- આ પ્રમાણે પૂર્વે જે યુક્તિઓ બતાવી છે તે જાણીને જે વ્યક્તિને મોક્ષતત્ત્વની રૂચિ પ્રગટે છે તેને જ તેના ઉપાયભૂત એવા ધર્મતત્ત્વ ઉપર રૂચિ પ્રગટે છે અને તે જીવ ધર્મતત્ત્વમાં પોતાનું મન સ્થિર કરવા માંડે છે. મુક્તિની ઈચ્છા પ્રગટ થવી, મુક્તિની રઢ લાગવી આ જ મોટો યોગ છે.
મોક્ષ ગમી ગયો હોવા છતાં તેના ઉપાયભૂત જે ધર્મતત્ત્વ છે તે જીવનમાં લાવવું અને આચરવું અતિશય કઠણ છે તેથી જ ધર્મ કરનારા આત્માઓનું પણ મન વારંવાર અલના પામતું હોય છે. બાહ્યભાવોમાં રાચતું-દોડતું હોય છે. તેથી તેનું મન ધર્મમાં સ્થિર છે આમ કેવી રીતે કહેવાય?
ઉત્તરમાં સમજવું કે જે આત્મા પારમાર્થિકપણે મોક્ષની પુરેપુરી ઈચ્છાપૂર્વક ધર્મમાં પ્રયત્ન કરે છે તે જીવમાં તે કાળે અનાદિકાળના ભવઅભ્યાસના કારણે ધર્મની પ્રવૃત્તિમાં બલિષ્ઠ પ્રયત્ન થતો ન હોય તો પણ તેની ધર્મક્રિયામાં વર્તતી મોક્ષની જે પ્રબળ ઈચ્છા છે તે જ મોટો યોગ છે. અર્થાત્ તે પરિણામ જ આ આત્માને મોક્ષની સાથે જોડનાર છે. આવા પ્રકારનો વિશિષ્ટ આત્મપરિણામ જ આ આત્માને મોક્ષની સાથે જોડનાર બને છે.
આવા પ્રકારની મોક્ષની તીવ્ર ઈચ્છા એ જ ભાવિમાં પોતાના જીવનમાં આવનારી અમૃતક્રિયામાં પ્રવર્તમાન સંવેગરસના સંયોગસ્વરૂપ છે એટલે કે મોક્ષની ઈચ્છાપૂર્વક કરાતું આ ધર્માનુષ્ઠાન એ તહેતુ અનુષ્ઠાન બને છે અને આ તહેતુ અનુષ્ઠાન ભાવિમાં આવનારા અમૃત અનુષ્ઠાનનું પ્રબળતર કારણ બને છે. અમૃત અનુષ્ઠાન કાલે સુદઢ પ્રયત્નપૂર્વક જીવની ધર્મમાં પ્રવૃત્તિ થાય છે. તેવી જ મોક્ષની ઈચ્છા પણ તહેતુ અનુષ્ઠાનકાલમાં જીવને તીવ્રતરપણે હોય છે. આમ હોવા છતાં