________________
૨૫૮
સમ્યક્ત ષસ્થાન ચઉપઈ वेदनीयादिकर्म निमित्त छइ, नही तो महावीरनइ घणा उपसर्ग, मल्लिनाथप्रमुखनइ कोइ उपसर्ग नहीं, ते किम मिलइ ? नियति विना विचित्र साध्य न हुइ, अत एव प्रत्येकबुद्धसिद्धादि भेदस्तथाभव्यतया इति ललितविस्तरायाम् ॥१०१॥
વિવેચન :- જે જીવની જેવી ભવિતવ્યતા છે, જે જીવનું ભવિષ્યનું જેવું નિર્માણ હોય છે. તે જીવને તેવી રીતે જ નિઃસંગતા (મુક્તિની પ્રાપ્તિ) થાય છે મુક્તિની પ્રાપ્તિ માટે જે કષ્ટ સહન કરવામાં આવે છે. આતાપનાદિ કરાય છે. છટ્ટ-અટ્ટમ આદિ તપ-દીક્ષા જે કંઈ કરાય છે. તે સર્વેમાં પૂર્વે બાંધેલા અસાતા વેદનીય કર્મનો ઉદય જ કારણ જાણવો.
આમ પ્રશ્નકાર કહે છે.
જો સાધના કરવાથી જ સાધ્ય સિદ્ધ થતું હોત તો મલ્લિનાથ પ્રભુએ ઘણી સાધના કરી નથી તો પણ કેવળજ્ઞાન પ્રગટ થયું અને મહાવીર પ્રભુએ ઘણી સાધના કરી છે તો મહાવરપ્રભુને મલ્લિનાથ પ્રભુની જેમ સુખે સુખે કેવલજ્ઞાન કેમ ન થયું? તે પરમાત્માને આટલી બધી વેદના કેમ ભોગવવી પડી ? માટે તપ કરો, આતાપના લો. સંયમ ધારણ કરો, પરંતુ મુક્તિ તો જ્યારે થવાની હોય ત્યારે જ થાય છે તેથી તેમાં ભવિતવ્યતા = નિયતિ જ કારણ છે.
નિયતિ જો ન માનીએ તો દરેક જીવોને જુદી જુદી રીતિએ સિદ્ધિ મળવાનું જે બને છે તે ન બનવું જોઈએ. જેમકે પાર્શ્વનાથ પ્રભુ અને મહાવીર પ્રભુને પુરુષપણામાં સિદ્ધિ મળી અને મલ્લિનાથને સ્ત્રીપણામાં સિદ્ધિ મળી માટે આ પણ નિયતિને જ આધીન છે. નિયતિવાદી પૂર્વપક્ષકારનું કહેવું આમ છે કે મોક્ષની પ્રાપ્તિ ભવિતવ્યતાથી જ થાય છે. જે જે વ્યક્તિ મુક્તિ મેળવવા માટે તપ કરે છે, સંયમ ધારણ કરે છે, વિહારાદિ કષ્ટો સહન કરે છે તે સઘળું ય પોતે પૂર્વે બાંધેલા