________________
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ
જો ધર્મક્રિયા કરવા સ્વરૂપ ક્રિયાકષ્ટથી જ મોક્ષ મળતો હોય તો જે જે જીવોમાં ક્રિયાકષ્ટો સહન કરવાની વૃદ્ધિ થઈ હોય ત્યાં ત્યાં મોક્ષની અવશ્ય પ્રાપ્તિ થવી જોઈએ. પરંતુ આવું તો કંઈ થયું નથી અને થતું પણ નથી. કારણ કે ભરત મહારાજા વગેરે કેટલાક જીવો થોડાં જ કો સહન કરીને મોક્ષે ગયા છે અને ગજસુકુમાલ-ખંધકમુનિ વગેરે કેટલાક જીવો ઘણાં ઘણાં કષ્ટો સહન કરીને મોક્ષે ગયા છે અને તામલિતાપસ આદિ કેટલાક જીવો ઘણાં કષ્ટો સહન કરવા છતાં પણ કેવળજ્ઞાન પામ્યા નથી. અને મોક્ષે ગયા નથી.
૨૫૬
જો ઘણી ધર્મક્રિયાઓ કરવાથી અને કષ્ટો સહન કરવાથી જ મોક્ષ થતો હોય તો જે જીવો અતિશય અપ્રમાદી થઈને ઘણી ધર્મક્રિયા કરે છે. તેઓમાં ક્રિયાના ઉત્કર્ષથી મોક્ષરૂપ ફળમાં પણ ઉત્કર્ષ આવવો જોઈએ અને જે જીવો તેવો વિશિષ્ટ પ્રયત્ન નથી કરતા તેવા જીવો, જેમકે મરૂદેવા માતા અને ભરત મહારાજાની જેમ તેવા જીવોને મોક્ષનો અપકર્ષ થવો જોઈએ. પણ આમ તો બનતું નથી. સર્વે પણ મોક્ષે જનારા જીવોને સર્વકર્મરહિત સ્થિર અને સમાન અવસ્થારૂપ મોક્ષ મળે છે.
આવા પ્રકારના કારણે જ ઘણાં ઘણાં કષ્ટો-ઉપસર્ગો સહન કરનાર ગજસુકુમાલ મુનિ આદિ અને ધર્મક્રિયા ન કરનાર થોડા પણ ઉપસર્ગો સહન ન કરનાર મરૂદેવા માતા અને ભરત મહારાજા આદિ જીવો મોક્ષ પામ્યા જ છે અને તે સર્વેનો મોક્ષસમાન છે. માટે ક્રિયાના ઉત્કર્ષથી મોક્ષનો ઉત્કર્ષ થાય છે આમ સિદ્ધ થતું નથી.
પરંતુ આવાં આવાં ઉદાહરણોથી તો આમ સિદ્ધ થાય છે કે મોક્ષનું કારણ ધર્મક્રિયાઓ કરવી કે કષ્ટો સહન કરવાં તે નથી. પરંતુ જે જીવની જ્યારે મોક્ષ થવાની ભવિતવ્યતા સર્જાએલી હોય છે તે જીવનો ત્યારે જ મોક્ષ થાય છે ત્યારે કોઈ કષ્ટ સહન કરતો હોય કે કોઈ સર્વથા કષ્ટ વિનાનો હોય તો પણ મોક્ષ થઈ શકે છે. માટે મોક્ષપ્રાપ્તિ માટે તપ