________________
સમ્યક્ત્વનાં છટ્ઠા સ્થાનનું વર્ણન
૨૫૭
સાધના-ઉપસર્ગ સહન કરવાપણું ઈત્યાદિની કોઈ જ જરૂર નથી. જે કાળે જે થવાનું છે તે કાળે તે થાય જ છે. આમ નિયતિ જ પ્રધાન છે.
મહાવીર ભગવાનને ઘણા ઘણા ઉપસર્ગો આવ્યા ત્યારે કેવલજ્ઞાન થયું અને મલ્લિનાથ ભગવાન આદિને કોઈ જ ઉપસર્ગ ન આવ્યા અને કેવળજ્ઞાન પ્રગટ થયું. આમ કેમ બન્યું ? માટે નિયતિ પ્રમાણે જ કાર્ય થાય છે. તેથી જ લલિતવિસ્તરા આદિ ગ્રન્થોમાં કહ્યું છે કે “પ્રત્યેક બુદ્ધ આદિ સિદ્ધભગવંતોના જે ભેદો જોવા મળે છે તે તે જીવો તેવી તેવી ભવિતવ્યતાના કારણે જ થાય છે” માટે નિયતિવાદ એટલે કે ભવિતવ્યતા જ છે કે જે કાલે જે બનવાનું હોય તે કાલે તે બને જ છે. પુરુષાર્થ કે પ્રારબ્ધ આદિ કંઇ કામ કરતાં નથી. ।।૧૦૦
અવતરણ :- રત્નત્રયીની સાધનાથી મોક્ષ થતો નથી. પરંતુ ભવિતવ્યતાથી જ મોક્ષ થાય છે. માટે કોઈપણ પ્રકારનો ધર્મ કરવાની જરૂર નથી. જેનો જેનો જ્યારે જ્યારે મોક્ષ થવાનો સર્જાયો હશે જેવી ભવિતવ્યતા હશે. તેનો તેનો ત્યારે ત્યારે અવશ્ય મોક્ષ થશે જ આ વાતને વધારે મજબુત કરતાં પ્રશ્નકાર કહે છે કે
-
જેહની જેવી ભવિતવ્યતા, તિમ તેહનિ હોઇ નિઃસંગતા । કષ્ટ સહઇ તે કરમનિમિત્ત,
નિયતિ વિના સાધ્ય વિચિત્ત ૧૦૧||
ગાથાર્થ :- જે જીવની જેવી ભવિતવ્યતા હોય છે. તે જીવને તે કાલે નિઃસંગતા (મુક્તિદશા) પ્રાપ્ત થાય છે જે તપ-જપ આદિ કષ્ટ સહન કરે છે તેમાં વેદનીય કર્મોનો ઉદય કારણ છે આમ સમજવું. નિયતિ (પાક્યા) વિના વિચિત્ર એવા સાધ્યની સિદ્ધિ થતી નથી. ૧૦૧|| ટબો :जेहनी जेहवी भवितव्यता छ, तेहनइं तिम ते प्रकारइ ज निःसंगता - मोक्षलाभ होइ छइ, जेतनुं कष्ट सहवुं छइ, तेटलुं