________________
૨૪૮
સમ્યક્ત ષસ્થાન ચઉપઈ તદહેતુ અનુષ્ઠાનકાલે મોક્ષની ઈચ્છા હોવા છતાં અમૃતઅનુષ્ઠાન જેવા સુદઢપ્રયત્નવાળું અનુષ્ઠાન કરાવી શકતી નથી. અમૃતક્રિયાના કાલે સંવેગપરિણામની જે ધારા છે તે ધારા તહેતુ અનુષ્ઠાનકાલમાં પણ છે. પણ કંઈક અંશે મંદ છે. ત્રુટિત છે. તે મંદ પણ તહેતુ અનુષ્ઠાન દ્વારા મોક્ષની ઈચ્છા રૂપ મોટા યોગનું કારણ બનવાથી આ જીવના મનને ધર્મમાર્ગમાં વધારે વધારે સ્થિર કરે છે.
આ પ્રમાણે આ જીવ મોક્ષતત્ત્વની રૂચિ બરાબર કરે છે તેથી જ તેના ઉપાયભૂત ધર્મમાં તેનું મન વધારે ને વધારે સ્થિર થાય છે. તેના જ કારણે વારંવાર ધર્મ કરવાના આ જીવ મનોરથ કરે છે. તથા પોતાના આત્માના પરિણામને અને ઉત્સાહને અનુરૂપ પ્રયત્નો પણ ધર્મમાં આદરે છે. આવા પરિણામવાળી વ્યક્તિની કદાચ અતિચારવાળી કોઈ ધર્મક્રિયા હોય તો પણ તેવા પ્રકારનો અવિધિ દોષ હોવા છતાં મુક્તિની જે તીવ્ર ઈચ્છા વર્તે છે. તે જ મોટો યોગ છે આવી તીવ્ર ઈચ્છાના કારણે જ તેની અતિચારવાળી પણ ધર્મક્રિયા અમૃતક્રિયાનું કારણ બને છે. તેથી જ્યારે તેની ક્રિયા અમૃતક્રિયાનું કારણ બનશે ત્યારે અમૃતક્રિયાના રસનો સંયોગ થશે કે જે છેવટે મુક્તિરૂપ ફળને પ્રાપ્ત કરાવશે જ.
મુક્તિ” નામનું તત્ત્વ અવશ્ય છે અને તે માટે મેળવવું જ છે આવો મનમાં પાકો નિર્ણય થાય છે અને તેના ઉપાયભૂત ધર્મના સ્થાનોમાં યથાયોગ્ય પ્રયત્ન બહુ જ જોરશોરથી આચરે છે અને મનને ધર્મમાં તે જીવ સ્થિર કરે છે. મોક્ષ પ્રત્યેની આવી તીવ્ર ઉત્કંઠાથી અને તેના ઉપાયભૂત ધર્મસ્થાનો સેવવાથી આ જીવ ધીરે ધીરે સંસારની રખડપટ્ટી કાપીને ચરમાવર્તમાં એટલે ચરમપુલપરાવર્ત કાળમાં પ્રવેશ કરે છે.
ચરમાવર્તિમાં પ્રવેશવાના પ્રતાપે જ મિથ્યાત્વનું જોર કંઈક કંઈક મંદ પડવાથી અને ધર્મનું બળ વૃદ્ધિ પામવાથી અપુનર્બન્ધક અવસ્થા આદિ (યથાપ્રવૃત્તકરણ-અપૂર્વકરણ-અનિવૃત્તિકરણ આદિ કરવા દ્વારા)