________________
સમ્યક્ત્વનાં પાંચમા સ્થાનનું વર્ણન
૨૪૩
ક્રમસર યોગ છે. છતાં તે શાશ્વતભાવ છે તેથી અપર્યનુયોગ (પ્રશ્નને
भाटे योग्य) छे. ॥८६॥
जो :"सिद्ध " यद्यपि सिद्धभावइ प्रथम छइ, सिद्ध थाय छइ संसारी टलीनइ तेवती, पणि कालनी अनादिता छइ, माटइ, प्रवाहइ अनादिसिद्ध कहिइ, तिहां "पहलां कुण, पछइ कुण" ए विवाद होइ, भवनिर्वाणनो अनुक्रमयोग कहवाइ नहीं, शाश्वता भावनो पाछो उत्तर नथी.
इंडुं पहलां कइ कूकडी पहलां ? राती पहलां कइ दिन पहलां ? इत्यादि भाव भगवती मध्ये कहिआ छन्, जे क्षण वर्तमानत्व पायो ते अतीत थयो, पणि "पहिलो कुण अतीत समय ?" ते न कहवाइ, (इम न कहवाइ ), तिम संसार टल्यो एटले सिद्ध थयो, पणि "पहलां कुण ?" इम न कहाई.
प्रवाह अनादिसिद्ध अनादिसुख तो कहइ व्यक्ति न कहिड़, उक्तं च विंशिकायाम्
एसो अणाइअं चिय, सुद्धो य तओ अणाइसुद्धति । जुत्तो पवाहेणं, ण अन्नहा शुद्धया सम्मं ॥२- १२॥ ( २ - १२ विंशिका ) इत्यादि ॥९६॥
વિવેચન :- જે જીવો સંસારમાં છે. તે જ જીવો ધર્મ આરાધના કરીને કર્મ ખપાવીને મોક્ષે જાય છે. પરંતુ મોક્ષે ગયેલા જીવો સંસારમાં પાછા આવતા નથી. તેનો અર્થ એ છે કે ભવમાંથી મુક્તિ થાય છે પણ મુક્તિમાંથી ભવ થતો નથી તેથી ભવ અને મુક્તિનો ક્રમયોગ છે. પ્રથમ ભવ અને પછી મુક્તિ.
પરંતુ આ ક્રમયોગ શાશ્વત છે. અનાદિકાળથી જીવો ભવમાંથી મોક્ષે જાય છે અને સદાકાળ જવાના પણ છે. તેથી ભવમાંથી જ મોક્ષે જવાય છે તો પણ મોક્ષમાંથી ભવમાં અવાતું નથી. આ ક્રમ શાશ્વત છે, અર્થાત્ અનાદિસિદ્ધ છે.