________________
૨૦૨
સમ્યક્ત જસ્થાન ચઉપઈ | ભાવાર્થ એવો છે કે “મોક્ષતત્ત્વ છે જ નહી, તેને બદલે તેનો સ્વીકાર કરી લો છો. આ એક ભૂલ કરો છો. ત્યારબાદ દરેક કાળમાં જીવો મોક્ષે જાય છે આમ કહો છો. દરેક કાળે જીવો મોક્ષે જતા હોવા છતાં જીવો ખાલી થતા નથી. જીવો પ્રત્યક્ષ દેખાય છે એટલે પછી બચાવ કરવા માટે આવી મનની કલ્પના જ તમે કરી લો છો કે કાળ નાના અનંતારૂપ છે અને જીવો મોટા અનંતારૂપ છે. આ તમારી કલ્પનામાત્ર છે સાચી વાત નથી.
પરંતુ સાચી વાત આમ છે કે મોક્ષ છે જ નહીં. કોઈ મોક્ષે જતું જ નથી. તેથી કાળ અનંત ગયો હોવા છતાં જીવોથી આ સંસાર ભરેલો છે અને ભરેલો જ રહેશે. પણ મોક્ષ જેવું કોઈ સ્થળ કે તત્ત્વ નથી. આમ વાદીનું કહેવું છે. જો મોક્ષ જેવું કોઈ તત્ત્વ હોત તો યુગે યુગે એક એક જીવ મોક્ષ જાય તો પણ સંસાર ખાલી જ થાય. પણ સંસાર તો દેખાય જ છે, જીવોથી ખીચોખીચ ભરેલો જ દેખાય છે તેથી સમજાય છે કે મોક્ષ જેવું કોઈ તત્ત્વ નથી. મોક્ષે જવાનું છે જ નહીં. “મોક્ષ નથી” આ માટેની આ એક યુક્તિ સમજાવી. હવે બીજી યુક્તિ કહે છે -
આત્માને તૈયાયિક-વૈશેષિકોએ સર્વવ્યાપી-વ્યાપક કહેલો છે (માનેલો છે) હવે જો મોક્ષ જેવું કોઈ સ્થાન હોત તો આ આત્માને મૃત્યુ પામ્યા પછી ઉર્ધ્વગતિ કરીને ત્યાં જવાનું બનત. પરંતુ સર્વવ્યાપી હોવાથી ગમનની ક્રિયા વિનાનો જ આ જીવ છે સર્વે પણ આત્માઓ આખા વિશ્વમાં વ્યાપીને જ રહ્યા છે. કોઈને ક્યાંય જવાનું બાકી રહેતું જ નથી. તેથી આ સંસાર એ દુઃખનું સ્થાન અને મોક્ષ એ સુખનું સ્થાન છે આમ માનવું યુક્તિ વિનાની વાત છે. કારણ કે આત્મા સર્વવ્યાપ્ત છે તેથી તેમાં ગમનાગમનની ક્રિયા જ હોતી નથી. તેથી આત્માને રહેવાનું સ્થાન આપ્યું ય આ વિશ્વ છે. સિદ્ધિક્ષેત્ર નથી. જેનો સંસારી જીવોને રહેવાનું સ્થાન ૧૪ રાજલોક અને મુક્તજીવોને રહેવાનું સ્થાન જે સિદ્ધક્ષેત્ર માને છે તે