________________
૨૦૦
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ
કાળ અનંતે મુક્તિ જતાં, હુઈ સંસારવિલય આજતાં 1 વ્યાપકનઈં કહો કેહો ઠામ, જિહાં એક સુખસંપત્તિધામ II૮૨ી
ગાથાર્થ :- કાળ અનંતો ગયો છે. દરેક કાળમાં જીવો મુક્તિએ જાય છે તેથી આજ સુધીમાં તો સંસારનો વિલય (વિનાશ) થવો જોઈએ (સંસાર ખાલી થવો જોઇએ)તથા વળી આત્મા વ્યાપક છે એટલે આ આત્મા સર્વત્ર છે તેથી કહો તો ખરા કે આ આત્માનો સુખસંપત્તિનું સ્થાન કોઈ એક ખુણા-ખાંચરામાં હોય એ વાત કેમ સંગત થાય ? ૮૨
ટબો :- નો મોક્ષપાર્થ સત્ય હોફ, તો અનંતાતડ઼ મુક્તિ નતાં आजतांइ संसारनो विनाश थाइ । एक एक युगइ एक एक मुक्तिं जाइ तोइ अनंतयुग गयाइं तिवारई संसार खाली कां न थाइ ?
“सत्यम् अनन्ता एव ह्वपवृत्तास्तथापि संसारस्य प्रत्यक्षसिद्धत्वाद इत्यादि किरणावलिकारइ कहिउं ते तो घटड़ जो कालानन्त्यथी जीवपरिमाणानन्त्य अधिक हुई, ते माटिं ए कल्पनामात्र । बीजुं आत्मा व्यापक सर्व कहइ छे, तेहनइ किहो ठाम छइ एक सुखसंपत्तिनुं घर जिहां ए जाइ ? क्रियावत्त्वाभावान्नात्मनः सिद्धिक्षेत्रे गमनमित्यर्थः ॥८२॥
વિવેચન :- જો મોક્ષ નામનો પદાર્થ આ જગતમાં હોત તો અનંત અનંત કાળ વીતી ગયેલો છે અને દરેક કાળમાં જીવો મોક્ષે જાય છે તો અનંત અનંત કાળ ગયે છતે સર્વે પણ જીવોનો મોક્ષ થઈ જવાથી સંસાર ખાલીખમ કેમ થયો નથી ? અર્થાત્ સંસાર ખાલીખમ થવો જોઈએ. પણ સંસાર ખાલી થયો નથી. અને થતો પણ નથી. તેનો અર્થ એ છે કે આવી મુક્તિ ક્યાંય નથી. મુક્તિ માનવી તે જ મોટું પાપ છે. આમ આ વાદી કહે છે.
આ વિષયમાં કિરણાવલિકાર કહે છે કે - હે વાદી ! તારી વાત સાચી છે અનંતા જીવો મોક્ષે ગયા છે તો પણ સંસાર પ્રગટ દેખાતો હોવાથી સંસાર પણ ખાલી થશે જ આમ કહેવું તે પ્રત્યક્ષથી વિરુદ્ધ છે. ખરેખર જો મોક્ષ હોત તો તેમાં સતત જીવો મોક્ષે જાય છે તેથી આ