________________
સમ્યત્ત્વનાં પાંચમા સ્થાનનું વર્ણન
૨૩૭ જ્યારે સર્વ કર્મ ખપાવીને આ જીવ મોક્ષે જાય છે ત્યારે આનુપૂર્વી કે આયુષ્યકર્મ ન હોવાથી જ આ જીવ પોતાના ઉર્ધ્વગતિ સ્વભાવના કારણે જ સમશ્રેણીથી જ ઉપર જાય છે. જરા પણ વક્રા કરતો નથી તથા એક જ સમયમાં ઉપર સિદ્ધશીલા સુધી પહોંચી જાય છે. સમયાન્તર કે પ્રદેશાન્તરને સ્પર્યા વિના જ જાય છે. અજીવનો સ્વભાવ નીચે જવાનો અને જીવનો સ્વભાવ ઉપર જવાનો હોવાથી સાત રાજ ઉપર જાય છે. તેનાથી આગળ અલોક હોવાથી અને ધર્માસ્તિકાય આદિ સહાયક દ્રવ્ય ન હોવાથી મોક્ષના જીવો વધારે ઉપર જતા નથી.
તથા પૂર્વપ્રયોગાદિ ચાર કારણોને લીધે જીવનું મુક્તિગમન થાય છે. “પૂર્વયોવસાત્ વલ્થચ્છાથી વિપરિણામ તાતિઃ (તત્ત્વાર્થસૂત્ર અધ્યાય ૧૦)
જ્યારે આ જીવ સર્વકર્મનો ક્ષય કરે છે ત્યારે (કુલાલચક્રની જેમ) પૂર્વપ્રયોગથી, (તુંબડાની જેમ) અસંગપણાના કારણે, (એરંડાના ફળની જેમ) બંધવિચ્છેદના કારણે, તથા (પુગલદ્રવ્યની જેમ) આ જીવનો તેવા પ્રકારની ઉર્ધ્વગતિ કરવાનો સ્વભાવ હોવાથી કર્મો દૂર થઈ ગયા પછી આ જીવ એક જ સમયમાં ઉર્ધ્વગતિ કરીને સિદ્ધિગતિમાં જઈને લોકાકાશના અન્તિમ ભાગમાં પોતાના શરીરની અવગાહનાની અપેક્ષાએ બે તૃતીયાંશ ભાગમાં શરીર વિનાનો કેવળ એકલો આત્મા નિવાસ કરે છે. ૯૩
અવતરણ - આત્મા શરીરવ્યાપી જ માત્ર હોવાથી કર્મોનો ક્ષય કર્યા પછી ઉર્ધ્વગતિ સ્વભાવના કારણે ઉપર જ જાય છે ત્યારે ક્યાં સુધી જાય છે ? ક્યાં જઈને વસે છે ? તેનાથી વધારે ઉપર કેમ જતો નથી? ઈત્યાદિ વાતો યુક્તિપૂર્વક ગ્રંથકારશ્રી સમજાવે છે – યોગનિરોધ કરી ભગવંત, હીનસિભાગ અવગાહ લહંત ! સિદ્ધશીલા ઉપર જઈ વસે,
ધર્મ વિના ન અલોકઈ ધસઈ ૯૪ના