________________
૨૧૯
સમ્યક્તનાં પાંચમા સ્થાનનું વર્ણન મનોરથો સેવવાથી આ જીવને ઉપશમદશાના અધિક અધિક સુખની પ્રાપ્તિ થાય છે.
આ ઉપશમભાવનું સુખ જે માણે તે જ જાણે એવું છે. વૈષયિક સુખોની સાથે તેને ઘટાવી શકાતું નથી. તથા લગભગ સર્વે પણ સંસારી જીવો વૈષયિક સુખમાં જ મસ્ત હોય છે. તેના માટે જ પ્રયત્ન કરતા હોય છે. આ કારણે આ ઉપશમભાવનું સુખ સામાન્ય જીવોથી અગોચર
જેમ કોઈ સંગીતકળાનો પ્રેમી જીવ સંગીતની કલા શીખવાનો અભ્યાસ કરે છે. અભ્યાસ કરતાં કરતાં સંગીતની કળામાં પારંગતતા મેળવવાના મનોરથો થાય છે તેથી તે જીવ તે કળાના જ અભ્યાસમાં લયલીન રહે છે. તે કળાના સુખનો અનુભવ સંગીતના બીનરસિક જીવને થતો નથી. તેની જેમ ઉપશમભાવનું સુખ પણ પહેલાં ક્યારેય માણ્યું નથી. તેથી પહેલાં તેનો આ જીવ અભ્યાસ કરે છે. પ્રેક્ટીસ કરે છે પછી તેમાં પારંગત થવાના મનોરથ કરે છે. આમ આ જીવને આભ્યાસિક અને મનોરથિક સુખનો અનુભવ થાય છે.
આમ કરતાં કરતાં જ્યારે આ ઉપશમસુખનો અભ્યાસ અતિશય પ્રગટ થાય છે ત્યારે આ જીવ નિર્વિકલ્પ સમાધિને પામે છે. ચિત્ત વિકારોથી અત્યન્ત શાન્ત (અતિશય દૂર) થઈ જાય છે અને પરદ્રવ્યની સાથે જોડાવાની કે પરદ્રવ્ય મેળવવાની કે પરદ્રવ્ય દ્વારા મજા માણવાની ભૂખ જ ખતમ થઈ જાય છે.
આવા પ્રકારની ઉંચી નિર્વિકલ્પ દશાને પામેલા મહાત્માઓ કોઈ દ્રવ્યના, કોઈ ક્ષેત્રના, કોઈ કાળના અને કોઈ પણ પ્રકારના ભાવના પ્રતિબંધવાળા હોતા નથી. પરદ્રવ્યથી ઘણા જ ઘણા અલિપ્ત રહે છે. પરદ્રવ્યમાં તેમની પ્રવૃત્તિ જ હોતી નથી. પરંતુ આત્મસ્વભાવમાં જ સહજસ્વભાવપણે તેઓની વૃત્તિ-પ્રવૃત્તિ હોય છે. આવા જીવોને કોઈપણ