________________
સમ્યક્તનાં પાંચમા સ્થાનનું વર્ણન
૨૨૧ છે. આમ પરભાવદશામાં ઓતપ્રોત થવાના કારણે ઉપશમભાવનું સુખ આ જીવને પ્રગટ થતું નથી. માટે પ્રાથમિક અભ્યાસદશામાં પણ ઉપશમદશાના સુખ માટે આ જીવે પ્રયત્ન કરવો જોઈએ.
સારાંશ કે જ્યાં સુધી આ મન બીજાના ગુણ-દોષોને જોવા જાણવા ટેવાયેલું છે અને તેના દ્વારા રાગ-દ્વેષ કરનારું છે ત્યાં સુધી તેને રોકવા માટે વિશુદ્ધ એવા ધ્યાનમાં મનને વ્યગ્ર કરવું શ્રેષ્ઠ છે. વિશુદ્ધ એવા આત્માના સ્વરૂપને કહેનારા સન્શાસ્ત્રોનું શ્રવણ-મનન અને ચિંતન કરવા રૂપ ધ્યાનમાં મનને પ્રવર્તાવવું એ આ જીવના હિત માટે છે. આ જ સાચો કલ્યાણકારી માર્ગ છે.
આ પ્રમાણે ઉપશમ દશાનું સુખ પ્રથમ અભ્યાસરૂપ છે અને ધીરે ધીરે જેમ જેમ અભ્યસ્તદશા આવતી જાય છે તેમ તેમ આ જીવ નિર્વિકલ્પ સમાધિસ્વરૂપે પરિણામ પામે છે. આ રીતે આ જીવનું ઉર્વારોહણ થાય છે. ઉપશમદશાનું સુખ આ રીતે ઘણું શ્રેષ્ઠ છે. ઉત્તમ છે. કલ્યાણ કરનાર છે. આ વિષય ઉપર વધારે પ્રકાશ પાથરતાં ગ્રંથકારશ્રી કહે છે કે -
ચંદ્રમાની ચાંદની જેમ સહજપણે શીતળ હોય છે તેમ આત્મ સ્વભાવમાં રમણ કરવા રૂપ જે ઉપશમદશા છે તે સહજ સુખનું સ્થાન છે. તેથી આ આત્મામાં કષાયોના સંક્લેશ વિનાનું સ્વાભાવિક શીતળતાવાળું આ ઉપશમદશાનું સુખ છે. આ જ સુખ સર્વશ્રેષ્ઠ સુખ છે. જીવે આ સુખ માટે જ પ્રયત્ન કરવો જોઈએ. દશા
અવતરણ :- “ઉપશમદશાનું સુખ” આ જ સાચું સુખ છે. આ વાત ઉપર ભાર આપતાં ઉપશમદશાના સુખની તરતમતા સંસારમાં છે અને સર્વ રીતે તેનો ઉત્કર્ષ મોક્ષમાં છે. આ વાત ઉપર ભાર આપીને સમજાવતાં ગ્રંથકારશ્રી કહે છે કે -