________________
૨૨૪
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ જ્યારે તેહ (શરીર અને મન) ટળે (દૂર થઈ જાય) ત્યારે દુ:ખનો નાશ થાય અર્થાત્ દુઃખ ન હોય અને સર્વથા દુઃખ જે ન હોય તેને જ ઉપચારવિશેષથી મોક્ષ કહેવાય છે. ૫૮૯ા
ટો :- મનનું અનફ શરીરનું ટુટવુ હોફ તિહ્નાં નાફ, નિહાં लगइ मनतनुवृत्तिरुप समीर कहितां वायु विस्तारवंत हुई, तेह टलइ तिवारइं निस्तरंग समुद्रसमान आत्मदशा होइ, दुःख नही, उपचारविशेषइ ते मोक्ष कहिइ, उक्तं च प्रशमरतौ
देहमनोवृत्तिभ्यां भवतः शारीरमानसे दुःखे ।
"
तदभावात् तदभावे सिद्धं सिद्धस्य सिद्धिसुखम् ॥ २९६ ॥ ॥८९॥ વિવેચન :- મનની અને શરીરની વૃત્તિઓ રૂપી વાયુ જ્યાં સુધી વાય છે ત્યાં સુધી માનસિક અને શારીરિક દુઃખો હોય છે. માનસિક અને શારીરિક વૃત્તિઓ એ જ દુઃખનું મુખ્ય કારણ છે. જ્યારે આ શારીરિક અને માનસિક વૃત્તિઓ ટળી જાય છે ત્યારે તરંગો વિનાના સમુદ્રની જેમ ઉપશમભાવવાળી શુદ્ધ આત્મદશા પ્રગટે છે અને તે કાળે અલ્પમાત્રાએ પણ દુ:ખ હોતું નથી.
આમ આ પ્રમાણે જે આવા પ્રકારની વૃત્તિઓનો અભાવ થવા સ્વરૂપે દુઃખનો અભાવ પ્રાપ્ત થાય છે તેને જ ઉપચાવિશેષથી મોક્ષ કહેવાય છે.
આ સંસારમાં સર્વે પણ જીવોને શરીરસંબંધી અને મન સંબંધી ઘણાં ઘણાં દુ:ખો હોય છે. તેનું કારણ એ છે કે સંસારી સર્વે પણ જીવો શરીરવાળા છે અને મનવાળા છે. (એકેન્દ્રિયને અને વિકલેન્દ્રિયને જો કે દ્રવ્યમન નથી તો પણ તે જીવો ભાવમનવાળા છે) તેથી શરીર અને મન હોવાથી તત્સંબંધી અપાર દુઃખો સંસારી જીવોમાં હોય છે. તેમાં શરીરની વૃત્તિરૂપ અને મનની વૃત્તિરૂપ પવન વાય છે. તેના કારણે શરીરમાં