________________
૨૩૪
- સમ્યક્ત ષસ્થાન ચઉપઈ | નિશ્ચયનયથી જેટલા જીવો મોક્ષે ગયા છે, જાય છે અને ભાવિમાં જશે તેટલી સંખ્યા સંસારી જીવોમાંથી અવશ્ય ઓછી થઈ જ જાય છે. અને ઓછી થશે. પરંતુ તે સંખ્યા અલ્પમાત્રામાં હોવાથી ઓછા થયા આમ કહેવાતું નથી. કારણ કે તે સંખ્યા બહુ જ અલ્પ છે. જ્યારે વ્યવહારનયથી તો ખોબા જેટલું જળ કોઈ મનુષ્ય સમુદ્રમાંથી લઈ લે તો ઓછું થયું અને ખોબો પાણી નાખે તો સમુદ્રમાં જળની વૃદ્ધિ થઈ ગઈ આમ કહેવાતું નથી. વ્યવહારનયથી ખોબા પાણી નાખવાના કે લઈ લેવાના વ્યવહારથી ઉત્કર્ષ કે અપકર્ષ કહેવાતા નથી. તેમ અહીં પણ સતત જીવો મોક્ષે જવા છતાં સંસારમાં જીવોની સંખ્યા ઘટતી પણ નથી અને વધતી પણ નથી. અનંતાનંત જે છે તે જ રહે છે.
કદાચ અહીં આવા પ્રકારનો એક પ્રશ્ન થાય કે ભૂતકાળ જરૂર અનંતો છે અને તે કાળમાં જરૂર અનંતા જીવો મોક્ષે ગયા છે તો પણ ભૂતકાળનું અનંતાપણું નાનું છે અને સંસારી જીવોનું અનંતાપણું ઘણું મોટું છે એટલે આટલો ભૂતકાળ જવા છતાં સંસાર ખાલી થયો નથી એમ માની શકાય છે. પરંતુ ભવિષ્યકાળ તો ભૂતકાળ કરતાં પણ અનંતગુણો છે તેથી ભવિષ્યકાળમાં જીવો સતત મોક્ષે જશે તેનાથી તો સંસાર ક્યારેક ખાલી થવો જ જોઈએ આવો કોઈને કદાચ પ્રશ્ન થાય. તેનો ઉત્તર આ પ્રમાણે જાણવો.
અતીતકાળ કરતાં અનાગતકાળ (ભવિષ્યકાળ) અનંતગુણો છે તો પણ તે સર્વ મળીને (અતીતકાળ-વર્તમાનકાળ અને અનાગતકાળ આમ ત્રણે કાળના મોક્ષગામી મળીને) પણ મોક્ષે જનારા જીવોની સંખ્યા એક નિગોદનો અનંતમો ભાગ જ છે અર્થાત્ સંસારી જીવોની સંખ્યા, કાળ કરતાં ઘણી વધારે છે. સાધના કરીને પ્રતિવર્ષે મહાવિદેહાદિમાંથી ઘણા જીવો મોક્ષે જાય છે તો પણ અનંતકાળે પણ મોક્ષગત જીવોની સંખ્યા એક નિગોદનો અનંતમો ભાગ જ થાય છે તેનો અર્થ એ છે કે