________________
૧૯૮
સમ્યક્ત ષડ્રસ્થાન ચઉપઈ दुःखाभावोऽपि नावेद्यः, पुरुषार्थतेष्यते । न हि मूर्छाद्यवस्थार्थे प्रवृत्तो दृश्यते सुधीः ॥ इति ॥८१॥
વિવેચન :- હવે કોઈક વાદી નિર્વાણ કહેતાં મોક્ષ છે જ નહીં આમ કહે છે તે વાદીનું કહેવું છે કે કોઈ કોઈ દર્શનકારો મુક્તિ જેવું સ્થાન માને છે અને ત્યાં અનંતસુખનો અનુભવ છે આમ કહે છે પરંતુ તેઓએ માનેલી તે મુક્તિમાં જીવને જો શરીર જ નથી. તેથી ઈન્દ્રિયો પણ નથી અને ઈન્દ્રિયો વિના સુખમંડાણ (સુખની શોભા) કેમ હોય અર્થાત્ મુક્તિમાં શરીર અને ઈન્દ્રિયો ન હોવાથી સુખનો અનુભવ બીલકુલ નથી તેથી જ વૈશેષિક દર્શનકાર ભારપૂર્વક કહે છે કે -
સર્વે પણ વિશેષ ગુણોનો ઉચ્છેદ થાય એવા સ્વરૂપવાળી જ મુક્તિ માનવી જોઈએ. જો જ્ઞાન-સુખ-આનંદ આદિ સારા સારા ભાવો મુક્તિમાં હોય તો તે મેળવવાનો રાગકષાય થવાથી અને ન મળે ત્યાં દ્વેષકષાય થવાથી આ જીવ વધારે ને વધારે દુઃખી થાય. માટે મુક્તિની અંદર સુખ છે આમ કહીને જીવને લલચાવવો એ પણ રાગાધ કરવા બરાબર છે. માટે મુક્તિમાં સુખ કે દુઃખ કશું નથી જ આમ કહેવું તે સર્વશ્રેષ્ઠ છે.
હવે જો કોઈ વાદી કદાચ એમ કહે કે મુક્તિમાં સુખ તો નથી. પરંતુ દુઃખ પણ નથી એટલે જેમ સુખ હોય તો સુખ મેળવવાની ઈચ્છાથી જીવ મુક્તિ માટે પ્રયત્ન કરે છે તેમ ત્યાં ભલે સુખ નથી પરંતુ દુઃખનો પણ અભાવ જ છે. તેથી દુઃખાભાવ માટે આ જીવ મુક્તિ મેળવવા પ્રયત્ન કરશે મુક્તિમાં જઈએ તો ભલે સુખ ક્યારેય ન આવે પરંતુ
ક્યારેય દુઃખ આવવાનું નથી. એ વાત તો નક્કી છે જ. આમ દુઃખાભાવ માત્રથી પણ લોકો મુક્તિ માટે પ્રયત્ન કરશે. આમ કોઈ કોઈ વાદી કહે છે તેનો ઉત્તર આપતાં તે વાદીને કહે છે કે -
ઉત્તર :- આ વાત પણ બરાબર નથી. જ્યારે આ જીવ મૂછિતદશામાં હોય છે, બેહોશ હોય છે ત્યારે પણ કોઈપણ જાતના દુઃખનો