________________
૧૯૬
સમ્યક્ત ષડ્રસ્થાન ચઉપઈ આ જ વાત સંપૂર્ણપણે સત્ય છે. આ બાબતમાં ઉત્તરાધ્યયન સૂત્રની સાક્ષી આપતાં કહે છે કે -
“ગપ્પા વત્તા વિત્તા ય, સુદી ય દુદ્દીન ” - ગાથા ૨૦૩૭
અર્થ :- આ જ આત્મા સુખ અને દુઃખાદિનો કર્તા પણ છે અને વિકર્તા (સુખ-દુઃખાદિના વિનાશનો કતા) પણ છે. વિભાવદશામાં વર્તે
ત્યારે કર્મનો કર્તા અને સ્વભાવદશામાં વર્તે ત્યારે વિકર્તા (વિનાશનો કતા) સમજવો.
આવા પ્રકારનાં શાસ્ત્રવચનો પણ આ વાતને સિદ્ધ કરવા પ્રબળ પુરાવા સ્વરૂપ સમજવાં. મોહમય પરિણામવાળો આત્મા વિભાવ દશાવાળો હોવાથી કર્મોનો કર્તા છે અને મોહરહિત સ્વભાવદશાના પરિણામવાળો આ જ આત્મા પોતાના જ્ઞાનાદિ ગુણોનો જ કર્તા-ભોક્તા છે આમ સમજવું અને આ જ વાત સત્ય તથા યુક્તિસંગત છે. -
અહીં સુધીમાં આટલી ગાથાઓ વડે આત્માને જે દર્શનકારો અકર્તા અને અભોક્તા માને છે તે સાંખ્યદર્શન અને વેદાન્તદર્શન એમ બે દર્શનકારી ગયા અર્થાત્ આ બે દર્શનકારોની સાથેની ધર્મચર્ચા સમાપ્ત થઈ અને આત્મા અકર્તા-અભોક્તા નથી પણ કર્મનો કર્તા અને કર્મનો ભોક્તા છે આ વાત શાસ્ત્રવચનો દ્વારા અને યુક્તિ દ્વારા સિદ્ધ કરી. RI૮૦
-
અકર્તુત્વવાદ અને અભોક્યુત્વવાદ
સમાપ્ત થયો