________________
૧૯૪
સમ્યક્ત ષસ્થાન ચઉપઈ अप्पा कत्ता विकत्ता य, सुहाण य दुहाण य ।
- (૩ત્તરાધ્યયન સૂત્ર ૨૦, ૨૭) इत्यादि शास्त्रवचन पणि छइ । अकर्ता-अभोक्ता आत्मा मानइ छइ ते २ वादी गया ॥८०॥
વિવેચન - સાંખ્યદર્શનકારો પુરુષ (આત્મા) અને પ્રકૃતિ એવાં બે તત્ત્વ માને છે અને જૈનદર્શનકારો આત્મા અને કર્મ એમ બે તત્ત્વ સમજાવે છે. પરંતુ સાંખ્યો પુરુષને (આત્માને) અકર્તા અને અભોક્તા એકાન્તનિત્ય માને છે જ્યારે પુરુષ એટલે આત્મા, પણ તે આત્મા અકર્તા નથી પણ કર્યાદિનો કર્તા છે. તથા અભોક્તા નથી પણ વ્યવહારનયથી સંસારીભાવોનો ભોક્તા છે અને નિશ્ચયનયથી પોતાના ગુણોનો ભોક્તા છે. આ આત્મા અશુદ્ધ પરિણામવાળો બને છે તો તે પ્રકૃતિથી (કર્મથી) લેપાય છે. એટલે પ્રકૃતિનો અર્થ કર્મ સમજવું. (૧) સાંખ્યો પ્રકૃતિને પ્રધાનતત્ત્વ કહે છે. (૨) જૈનદર્શનકારો આ પ્રકૃતિને જ કર્મતત્ત્વ કહે છે. (૩) કેટલાક દર્શનકારો આ પ્રકૃતિને જ સંસ્કાર કહે છે. (૪) કેટલાક દર્શનકારો આ પ્રકૃતિને જ વાસના કહે છે. (૫) બૌદ્ધ અને વેદાન્તીઓ કર્મને અવિદ્યા કહે છે અને (૬) કેટલાક દર્શનકારો આ પ્રકૃતિને જ સહજમલ કહે છે.
સર્વે પણ દર્શનકારો આત્માને ચોટેલા આ મેલને ભિન્ન ભિન્ન નામથી સંબોધે છે. પરંતુ આખરે તો કર્મતત્ત્વ સ્વીકારવાનું જ રહે છે. કાર્મણવર્ગણાનાં પુદ્ગલોનું જ બનેલું છે. જીવ વડે તેને જ્ઞાનાવરણીયદર્શનાવરણીય ઈત્યાદિ રૂપે પરિણામાવેલું છે તેથી જીવ કર્મોનો કર્તાભોક્તા છે.
આત્મા એકલો હોય તો તે શુદ્ધ-બુદ્ધ-સર્વજ્ઞ છે. જેમકે મોક્ષમાં ગયેલા આત્માઓ. અને આ જ આત્મા જ્યારે સંસારમાં હતો ત્યારે