________________
સમ્યક્ત્વનાં પાંચમા સ્થાનનું વર્ણન
૨૦૭
જે સ્થાનમાં ગીતગાન (ગીતધ્યાન) નથી, સંગીત સાંભળવાની અને જુદા જુદા રાગનાં ગાયનો ગાવામાં એકાગ્ર બનીને આનંદ માણવાની મજા નથી. તથા જ્યાં ભાવવિલાસ નથી એટલે કે હાવભાવ કરવાનો= જુદા-જુદા ભાવોએ રમવાનું-ખેલવાનું, મશ્કરી, મજાક કરવાનું નથી. જ્યાં શૃંગારરસ નથી એટલે નવાં નવાં કપડાં પહેરવાં, દાગીના પહેરવા અને શરીરશોભા કરવાનું નથી તથા જ્યાં કુતુહલ નથી, આશ્ચર્ય પામવાપણું, આનંદ માણવાપણું, નવી નવી વાતો જાણવાપણું નથી. તથા જ્યાં હાંસીતુસી-મજાક-મશ્કરી આદિ કરવાપણું નથી તે મુક્તિમાં સુખ શું છે ? આવી મુક્તિ તો સુખમય ન કહેવાય પણ દુઃખભંડાર જ કહેવાય.
જ્યાં આનંદ-પ્રમોદ-હાંસી-તુંસી-મશ્કરી-મજાક નથી તથા જ્યાં ખાણી-પીણીના ભિન્ન ભિન્ન સ્વાદોનો અનુભવ કરાતો નથી, જ્યાં હરવાફરવાનું નથી, એક ખુણામાં સદાને માટે મધ્યસ્થી થઈને બેસી જ રહેવાનું છે તેવી જૈનોની મુક્તિમાં સુખ શું છે ? અર્થાત્ કંઈ જ સુખ નથી.
આવા પ્રકારની કેવળ દુઃખદાયી-ત્રાસદાયી જૈનોની મુક્તિ કરતાં તો વનમાં શીયાળીયાપણું મળે તો પણ સારું કે જે પોતાની ઈચ્છા પ્રમાણે વનમાં હરી-ફરી શકે, વનનો ચારો ચરી શકે આવા પ્રકારનું કથન શ્રી કૃપાલઋષિ તેમના શાસ્ત્રોમાં કહે છે. તેમના શાસ્ત્રમાં જ કહ્યું છે કે
“રમણીય એવા વૃન્દાવનમાં શિયાળનો ભવ મળી જાય તો તે શ્રેષ્ઠ છે આમ તે જૈમિનિઋષિ ઈચ્છે છે પરંતુ વૈશેષિક દર્શનકારોએ માનેલી (સર્વથા હાસ્ય-આનંદ-પ્રમોદ વિનાની) અને દુઃખાભાવ રૂપ મુક્તિમાં જવાનું જૈમિનીયઋષિ ઈચ્છતા નથી.’’
જૈમીની ઋષિનું કહેવું છે કે આમ એકાન્ત ખૂણામાં જઈને બેસી રહેવું, આનંદ-પ્રમોદની બધી જ ચેષ્ટાથી રહિત બની જવું તેનાં કરતાં તો જંગલમાં શિયાળ થવું શું ખોટું ? જે શિયાળ પોતાની ઈચ્છા પ્રમાણે