________________
૨૦૪
સમ્યક્ત જસ્થાન ચઉપઈ વિનાનો હોવાથી સિદ્ધિગતિ તરફ ગતિ કેમ કરે ! જો જીવનું ગમનાગમન જ ન થાય તો જીવને મોક્ષે જવાપણું કેમ ઘટે?
અથવા આત્માને જો વ્યાપક ન માનીએ અને માત્ર દેહવ્યાપી માનીએ અને પોતાનાં કર્મો ખપાવીને ઉર્ધ્વગતિ કરવા દ્વારા મોક્ષે જાય છે આમ જો માનીએ તો
- “સિદ્ધિક્ષેત્ર એટલે કે મુક્ત જીવોને રહેવાનું સ્થાન “૪૫ લાખ યોજન જેટલું તમે જૈનો માનો છો, કાળ અનંતો ગયો છે તેથી અનંતા કાળથી અનંતા જીવો મોક્ષે ગયા હશે. આટલા બધા અનંતા જીવો ૪૫ લાખ યોજન જેટલા નાના ક્ષેત્રમાં કેમ સમાઈ શકે? અર્થાતુ અનંતા અનંત જીવો આટલા નાના ક્ષેત્રમાં એક જ સ્થાનમાં કહો કેમ સમાઈ શકે? માટે આત્મા દેહવ્યાપી છે આમ માનવું પણ ઉચિત નથી. કારણ કે એમ માનીએ તો પણ મોક્ષ ઘટતો નથી. અર્થાત્ મોક્ષ સાંકડો પડે છે માટે “મોક્ષ છે” આમ માનવું એ કલ્પનામાત્ર છે સાચું નથી.
બીજી વાત એમ છે કે તમે જેનો એમ માનો છો કે સિદ્ધશીલા ભલે ૪૫ લાખ યોજનાની હોય પરંતુ જે જે જીવો મોક્ષે જાય છે તે તે જીવો પૂર્વકાળમાં મોક્ષે ગયેલા જીવોમાં ભળી જાય છે તેથી ૪૫ લાખ યોજનના ક્ષેત્રમાં પણ અનંતા સિદ્ધો માઈ શકે છે. આ તમારી જૈનોની વાત યુક્તિસંગત નથી.
કારણ કે પહેલાં મોક્ષે જનારો જીવ અનાદિસિદ્ધ છે આમ જો તમે ન માનો અને જે જે જીવો જ્યારે જ્યારે મોક્ષે જાય છે, ત્યારે ત્યારે તેના મોક્ષની સાદિ થાય છે. આમ જો માનો તો જે પહેલો સિદ્ધ થાય તે કોનામાં (કયા સિદ્ધમાં) ભળે? અનાદિસિદ્ધ કોઈને જો ન માનો અને સર્વ સિદ્ધોને સાદિવાળા જ માનો તો પહેલામાં પહેલો સિદ્ધ થનારો જીવ ત્યાં જઈને કોનામાં ભળીને રહે? અને જો પહેલા સિદ્ધના જીવો કોઈમાં ભળવાની જગ્યા જ ન હોય તો તે સિદ્ધ થઈ શકે નહીં. તો તેના પછીના