________________
૧૮૮
સમ્યક્ત જસ્થાન ચઉપઈ રાખીને નાચવાનું અને વિરામ પામવાનું કામ કરે છે. જ્યારે આ પ્રકૃતિ તો જડ છે, અચેતન છે. તે કેમ વિલાસ અને વિરામ કરી શકે છે ?
જૈન દર્શનમાં આત્મા કર્તા પણ છે અને સચેતન પણ છે. તેથી તેની સહાયથી તેને વળગેલું કર્મ (પ્રકૃતિ) જડ હોવા છતાં સુખ-દુઃખ આપી શકે છે. કારણ કે જીવે જ કર્મને સુખ આપવા રૂપે (પુણ્યરૂપે) અને દુઃખ આપવા રૂપે (પાપરૂપે) પરિણમાવ્યું છે. બનાવેલું ભોજન અજીવ હોવા છતાં જીવમાં કર્તુત્વ અને ભોક્નત્વ હોવાથી જીવને રોગી નિરોગી કરી શકે છે તેમ અહીં પણ સમજવું તેથી જૈનદર્શનમાં કહેલી વાત જેવી સંગત થાય છે તેવી વાત સાંખ્યમાં જરા પણ સંગત થતી નથી.
સભાના માણસોને પોતાની કળા દેખાડીને નર્તકી જેમ નિવર્તે છે તેમ પ્રકૃતિ પણ પુરુષની સમક્ષ પોતાના વિલાસને દેખાડીને વિરામ પામે છે” આમ માનવું જોઈએ.
આ પ્રમાણે સાંખ્યો જે કહે છે તે શિષ્યોની બુદ્ધિને ડોળવા બરાબર જાણવું. અર્થાત્ ખોટું છે. આમ જાણવું. કારણ કે પ્રકૃતિ પોતે અચેતન છે અને પુરુષનું પોતાનું કર્તુત્વ નથી. તો એકલી જડ એવી પ્રકૃતિ પોતાની જાત પ્રગટ કરે આ વાત આ બૌદ્ધો પ્રકૃતિને અચેતન માનતા હોવાથી ઘટી શકે નહીં. વળી પ્રકૃતિને તો આ વિષયનું કોઈ પ્રયોજન પણ નથી અને આ વિષયનું કોઈ જ્ઞાન પણ નથી. માટે પુરુષની સહાય વિના જડ એવી પ્રકૃતિ આ કામ કરે છે. આ વાત બીલકુલ ખોટી જ છે.
જૈનદર્શનમાં પણ આત્માને જ સચેતન માનવામાં આવ્યો છે. કર્મ (પ્રકૃતિ)ને તો જડ જ માનવામાં આવ્યું છે પરંતુ પુરુષ કર્તા છે એટલે પુરુષ જ (આત્મા જ) પોતાના રાગાદિ પરિણામ પ્રમાણે કર્મ (પ્રકૃતિ)ને તેવા તેવા ભાવે દુઃખ-સુખ આપવારૂપે પરિણાવી શકે છે. માટે જૈનદર્શનની વાત બરાબર ઉચિત છે અને ઘટી શકે છે. સાંખ્યદર્શનમાં