________________
સમ્યક્ત્વનાં ચોથા સ્થાનનું વર્ણન
૧૮૫
તત્ત્વો જીવના શુભાશુભ પરિણામસ્વરૂપ છે. બાકી બુદ્ધિ અહંકાર આદિ તત્ત્વો જે સાંખ્યદર્શને માન્યા છે. તેમાંનું કોઈ તત્ત્વ સાચું નથી. ૫૭૭ાા
અચેતન એવી પ્રકૃતિ પુરુષની સાથે જોડાવાનું અને વિખુટા પડવાનું કામ કેમ કરી શકે ? તેથી સાંખ્યની માન્યતા બરાબર નથી. આ વિષય ઉપર તાત્ત્વિક વાત સમજાવતાં ગ્રંથકારશ્રી કહે છે કે -
વિરમે રમૈ યથા નર્તકી, અવસર દેખી અનુભવ થકી । પ્રકૃતિ અચેતન કિમ તિમ રમૈ,
વિરમે જો કર્તા નવિ ગમી II૮॥
ગાથાર્થ :- નર્તકી અવસર પામીને પોતાના અનુભવ પ્રમાણે નાચ કરવામાં પોતાના કાર્ય થકી વિરામ પણ પામે, અને વધારે રમે પણ ખરી, પરંતુ પ્રકૃતિ તો અચેતન છે તે કેમ રમે ? અને કેમ વિરામ પામે? પુરુષને કર્તા હોવાનું તો સાંખ્યો માનતા જ નથી. II૭૮૫
ટબો :- નિમ નર્તની વહેતાં નાટળી જાય નાચાનિરૂં विषयि रमइ, तथा अवसर देखी दानादिक पामी विरमइ, पोताना अनुभवथी, तिम प्रकृति अचेतन छड़, ते किम रमइ - विरमइ जो करता पुरुष तुझनइ न गमइ ? एवं च
-
“रङ्गस्य दर्शयित्वा, निवर्तते नर्तकी यथाऽऽत्मानम् । पुरुषस्य तथाऽऽत्मानं प्रकाश्य विनिवर्तते प्रकृतिः ॥
इत्यादि सांख्य कहइ छइ, तें शिष्यधंधन मात्र जाइ । ( शिष्यधंधन मानवुं ) पुरुषनई आत्मदर्शन प्रकृति करइ ते अचेतनई न संभवइ, न वा तिहां प्रयोजन तद्ज्ञान छई ॥ ७८ ॥
વિવેચન :- જેમ નાચ કરનારી નર્તકી પોતાના અનુભવ પ્રમાણે અવસર પામીને નાચ કરવાનું કાર્ય કરે છે અને દાનાદિક લાભ પ્રાપ્ત