________________
૧૩૬
સમ્યક્ત જસ્થાન ચઉપઈ ધર્મપ્રવૃત્તિની જરૂર શું ? આવો પ્રયાસ કરવાની કંઈ જરૂર જ રહેતી નથી. આમ સાંખ્યમતમાં બન્ને રીતે દોષો જ આવે છે.
એવી જ રીતે વેદાન્તમતમાં પણ અવિદ્યાનો નાશ થયે છતે જો આત્માની દશા બદલાય છે તો આત્માનું કુટસ્થનિત્યપણું ક્યાં રહ્યું ? અને જો આત્માની દશા બદલાતી નથી તો મુક્તિ પ્રાપ્ત થઈ તેનો અર્થ શું? આમ સાંખ્યમતમાં અને વેદાન્તમતમાં એમ બન્નેમાં આત્માને એકાન્ત નિત્ય માન્યો હોવાથી કૂટસ્થ નિત્ય જ થશે જેથી મુક્તિપ્રાપ્તિ ઘટશે નહીં, મુક્તિ માટેના પ્રયાસો નિષ્ફળ જશે.
સારાંશ એ છે કે સાંખ્યમત પ્રમાણે પ્રકૃતિનો આત્માથી વિયોગ થયે છતે અને વેદાન્તદર્શન પ્રમાણે અવિદ્યાનો આત્માથી વિયોગ થયે છતે જો આત્મામાં કંઈપણ ફેરફાર થાય છે, સંસારીપણું જાય છે અને મુક્તપણું આવે છે. આમ જો તે માને તો તે બન્ને દર્શનકારોને આત્માનું કૂટસ્થનિત્યપણું ચાલ્યું જાય છે. કૂટસ્થ નિત્યપણું જે તેઓએ માન્યું છે તે રહેતું નથી. અને જો સંસારીપણું જતું રહેતું ન હોય તો મુક્તિ પ્રાપ્ત થવાથી આ આત્માને અધિકો શું લાભ થયો? કંઈ જ લાભ થયો નહીં સંસાર જેવો હતો તેવો જ જો સંસાર ત્યાં રહ્યો હોય તો મુક્તિપ્રાપ્તિ થઈ જ ન કહેવાય? અને જો આ આત્મા મુક્તિ પામે ત્યારે વિશુદ્ધ થાય છે આમ જો કહો તો આત્મા એકાન્ત નિત્ય ન રહ્યો. પી માયાનાશ ન અધિકો ભાવ, શુદ્ધરૂપ તો પ્રથમ વિભાવા રત્નાદિકમાં શુદ્ધિ-અશુદ્ધિ જે કહો,
તો સી ઈહા કુબુદ્ધિ II૫oll ગાથાર્થ :- માયાનો નાશ થવો એ કોઈ અધિક તત્ત્વ નથી. આમ જો કહો તો પહેલાં જે વિભાવદશાવાળું સ્વરૂપ છે તે પણ શુદ્ધસ્વરૂપવાળું જ બનશે. રત્નાદિકમાં જો શુદ્ધિ અને અશુદ્ધિ બને કહો છો તો પછી અહી આવી કુબુદ્ધિ કેમ રાખો છો ? //૪ll