________________
સમ્યત્ત્વનાં ચોથા સ્થાનનું વર્ણન
૧૪૫ - ગાથાર્થ :- શ્રુતિઓ આત્માને કેવળ એકલો શુદ્ધ જ છે આમ કહે છે. નિશ્ચયનયથી તે વાતમાં કોઈ પણ પ્રકારનો સંદેહ નથી તે વાત સત્ય છે. પરંતુ તે નિશ્ચયનય નિમિત્તકરણને માને નહીં અને આ ચેતન પોતે જ પોતાના ગુણોનો કત છે આમ કહે છે. તે વાત બરાબર નથી.) //૬ ૧/l
બો શ્રુતિં વજૂદથપÇ શું કરું, તે મેન (લિં) શૂર્તિ जे केवलशुद्ध आत्मा कहिओ छइ, ते निश्चयनयथी तेहमां संदेह नही. जेहनो आविर्भाव सिद्धमांहि छइ । ते निश्चयमह (मत) निमित्तकारण न मानइ, शुद्ध पर्याय उपादान द्रव्यनइं स्वभावई ज शुद्ध कहइ Tદ્દા
વિવેચન - શ્રુતિઓમાં આત્માનું કુટસ્થ નિત્યપણું એટલે એકાન્ત નિત્યપણું કહ્યું છે ત્યાં કુટસ્થપણું (એકાન્તપણું) જે કહ્યું છે તે ઘટતું નથી. કારણ કે પર્યાયની અપેક્ષાએ અનિત્યપણું છે માટે કુટસ્થપણું એટલે એકાન્તપણું જે કહ્યું છે તે ઘટતું નથી.અર્થાત એકાન્ત નિત્યપણું કહેવું તે બરાબર નથી.
તથા વળી કૃતિઓમાં આત્માને કેવલશુદ્ધ જે કહ્યો છે તે નિશ્ચયનયની દૃષ્ટિએ અર્થાત્ પરમાર્થદષ્ટિએ આ આત્મા કેવલ શુદ્ધ છે આ વાત બરાબર ઘટે છે. એટલે તે વાતમાં કોઈ જાતનો સંદેહ નથી. આત્માની જે શુદ્ધદશા છે તેનો સંસારી અવસ્થામાં તિરોભાવ હોય છે અને એ જ શુદ્ધદશાનો સિદ્ધાવસ્થામાં આવિર્ભાવ હોય છે. હકિકતથી આ આત્મા શુદ્ધ-બુદ્ધ છે જ, ફક્ત સંસારી અવસ્થામાં આવી શુદ્ધાવસ્થાનો તિરોભાવ હતો અને તેનો જ સિદ્ધાવસ્થામાં આવિર્ભાવ નિપજ્યો છે.
નિશ્ચયનય બાહ્ય નિમિત્તકારણને પ્રધાનતાએ માન્ય રાખતો નથી. ઉપાદાનભૂત મૂલદ્રવ્યને જ વધારે માને છે અને તે ઉપાદાનદ્રવ્યનો જ શુદ્ધપર્યાય પ્રગટ થાય છે આમ કહે છે આવા પ્રકારના શુદ્ધપર્યાયની