________________
૧૭૨
સમ્યક્ત ષસ્થાન ચઉપઈ નથી. પરંતુ કર્મ એ કાર્મણવર્ગણાના પુલનું બનેલું એક દ્રવ્યવિશેષ છે તેનાથી સંસારની બધી વ્યવસ્થા ઘટી શકે છે જેમાં દારૂ અને બદામ એ બન્ને દ્રવ્યો છે અને તેના યોગે જીવની બુદ્ધિ બગડે છે અને સુધરે છે. તેમ પાપ અને પુણ્ય એ બને કર્યો છે તેના યોગે આ જીવ દુઃખી અને સુખી થાય છે.
કર્મોના ઉદય અને ક્ષયોપશમથી જ બધાં કાર્યો ઘટી શકે છે. કર્મોના ઉદયથી ગુણો અવરાય છે એટલે બાધક કાર્યો થાય છે અને કર્મોના ક્ષયોપશમથી ગુણોનો આવિર્ભાવ થાય છે અને ગુણો પ્રગટ થવાનાં કાર્યો ઘટે છે. આમ કર્મોના ક્ષયથી મુક્તિ થાય છે તેનો અર્થ જ એ છે કે કર્મો બંધાવાથી તેના ઉદયને લીધે સંસારની સાથે સંબંધ વધે છે અને કર્મોના ક્ષયોપશમથી જ્ઞાન-દર્શન અને ચારિત્રાદિ ગુણોની સાથે સંબંધ થાય છે. આમ અવિદ્યા અને માયાને માનવી તે યુક્તિયુક્ત નથી. પરંતુ કર્મ જેવું જડતત્ત્વ છે જેને આત્મા બાંધે છે આમ માનવું એ જ ઉચિત છે. કર્મો બંધાવાથી સંસાર અને કર્મોના નાશથી મુક્તિ થાય આમ માનવું તે જ ઉચિત માર્ગ છે અને યુક્તિસિદ્ધ છે. બાકી બધું ખોટું છે. ll૭રા પ્રતિબિંબઈ જે ભાખઈ ભોગ, કિમ તસરૂપી અરૂપી યોગા આકાશાદિકનું પ્રતિબિંબ જિમ
નહી તિમ ચેતન અવલંબ loan ગાથાર્થ - સાંખ્યદર્શનકારો જે એમ માને છે કે ચેતનનું પ્રતિબિંબ બુદ્ધિમાં પડતું હોવાથી બુદ્ધિમાં થતા ભોગો ચેતનના કહેવાય છે. સાંખ્યની આ વાત પણ મિથ્યા છે રૂપી એવી બુદ્ધિમાં અરૂપી એવા આત્માનું પ્રતિબિંબ પડે છે. આ વાત સર્વથા મિથ્યા છે. કારણ કે એવો યોગ સંભવતો નથી. જેમ ઉડાણ વગેરેમાં આકાશનું પ્રતિબિંબ નથી તેમ બુદ્ધિમાં ચેતનનું પ્રતિબિંબ થઈ શકે નહીં //૭all