________________
સમ્યક્ત્વનાં ચોથા સ્થાનનું વર્ણન
૧૭૫
કહેવાય છે. પ્રકાશનો યોગ મળવાથી તે પ્રતિબિંબની ઉપલબ્ધિ થાય છે અર્થાત્ પ્રકાશનો જો સહકાર મળે તો તે પ્રતિબિંબ દેખાય છે. પુદ્ગલદ્રવ્ય વિના અન્ય દ્રવ્યોનું આવા પ્રકારનું પ્રતિબિંબ પડતું નથી. કારણ કે તે અન્યો દ્રવ્યો અમૂર્ત-અરૂપીદ્રવ્ય છે”. (વિંશતિવિંશિકા ગાથા-૧૮-૧૦)
આવા પ્રકારના શાસ્ત્રવચનથી અને અનુભવથી પણ સમજાય છે કે જે રૂપવાન-રૂપી વસ્તુ હોય તેનું જ આરિસા વગેરે સ્વચ્છદ્રવ્યનો અને પ્રકાશનો યોગ થાય ત્યારે પ્રતિબિંબ પડે છે. પ્રતિબિંબાકારે તેવાં તેવાં પુદ્ગલો ગોઠવાય છે અર્થાત્ અરૂપી દ્રવ્યોનું ક્યારેય પ્રતિબિંબ પડતું નથી. જેમ આકાશદ્રવ્યનું પ્રતિબિંબ ક્યાંય ક્યારેય પણ પડતું નથી.
તથા વળી યોગવિંશિકામાં જ કહ્યું છે કે “અપ્રકાશમાન પદાર્થોમાં પડેલી છાયા શ્યામ (કાળા વર્ણવાળી હોય છે. જેમ રાત્રિમાં પડેલી શરીરાદિકની છાયા) (પડછાયો) શ્યામ હોય છે આ જ છાયા જો પ્રકાશમાન એવા ચમકતા પદાર્થમાં પડે છે ત્યારે પોતાના શરીરાદિ પદાર્થોના જેવા વર્ણવાળી હોય છે જેમ દર્પણ આદિ પદાર્થમાં પ્રકાશકાલે જે શરીરની છાયા પડે છે તે શરીર જેવું રૂપાળું અથવા શ્યામાદિ ભાવવાળું હોય છે ત્યારે તેવી છાયા ત્યાં પડે છે.”
આવા પ્રકારના દેષ્ટાન્તથી સમજાય છે કે પ્રતિબિંબનું પડવું, છાયા પડવી, પડછાયો પડવો ઈત્યાદિ પ્રયોગો માત્ર પુદ્ગલાસ્તિકાય દ્રવ્યમાં જ થાય છે. અર્થાત્ રૂપીદ્રવ્યનો જ આવો સ્વભાવ છે કે જેનું પ્રતિબિંબ પડી શકે છે. પણ આકાશ-આત્મા આદિ અરૂપી દ્રવ્યનું પ્રતિબિંબ-ક્યારેય પડતું નથી. અરૂપી દ્રવ્યો રૂપરહિત હોવાથી પ્રતિબિંબ પડવાને અયોગ્ય છે તેથી પુદ્ગલાસ્તિકાય દ્રવ્યનું જ પ્રતિબિંબ હોય છે. આકાશ-આત્મા જેવા અરૂપી દ્રવ્યનું પ્રતિબિંબ હોતું નથી. સારાંશ કે અશરીરી એવા આત્મદ્રવ્યનું પ્રતિબિંબ આકાશની જેમ દર્પણમાં કયારેય પણ પડતું નથી. અને જેનું પ્રતિબિંબ પડે છે તે નિયમા રૂપી દ્રવ્ય જ હોય છે અને તે પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય જ છે. એટલે બુદ્ધિમાં ચેતનનું પ્રતિબિંબ પડે છે