________________
સમ્યક્ત્વનાં ચોથા સ્થાનનું વર્ણન
૧૪૩
विरोध परिहरइ छइ-कालनई भेदथी विरोध नही, जे माटइ एक ज भूतल घटकालइ घटवत्स्वभाव छइ, अन्य कालइ अघटस्वभाव छइ, इम शुद्धाशुद्धोभयस्वभाव कालभेदइ मानतां विरोध नथी । अन्यनई जे भावाभावसंबंधघटक ते ज अह्यारइ शबलस्वभाव छै ॥६०॥
વિવેચન :- આ આત્માનો જ અમુકકાલે અશુદ્ધસ્વભાવ અને બીજા અમુકકાલે શુદ્ધસ્વભાવ છે. આમ માનીએ તો કંઈ દોષ આવતો નથી. આ જ આત્માની સંસારી અવસ્થા હોય ત્યારે અશુદ્ધસ્વભાવ અને સિદ્ધદશા હોય ત્યારે શુદ્ધસ્વભાવ આમ એક જ આત્માના કાલભેદથી શુદ્ધાશુદ્ધ એમ બન્ને સ્વભાવો સ્યાદ્વાદપ્રમાણને અનુસારે જો માનીએ તો મુક્તિશાસ્ત્રનો સઘળો ઉપાય ફાવી જાય. અર્થાત્ આમ સંસારીપણાના કાળે અશુદ્ધસ્વભાવ અને સિદ્ધપણાના કાલે શુદ્ધસ્વભાવ આ રીતે જો કાળભેદથી એક જ આત્માનો શુદ્ધાશુદ્ધ સ્વભાવ માનીએ તો સઘળો લાગ ફાવી જાય. સઘળી વાત સંગત થઈ જાય. બધા જ ઉપાયો સફળ થાય. કોઈ પણ જાતનો દોષ આવતો નથી.
પરંતુ સ્યાદ્વાદ ન માનીએ અને એકાન્તવાદ માનીએ તો કોઈ પણ વાત સંગતતાથી મળે નહીં અર્થાત્ કોઈપણ વાત સંગત ન થાય. જો આત્મા એકાન્તે અશુદ્ધ જ હોય તો તે ક્યારેય શુદ્ધ ન થાય અને જો એકાન્તે શુદ્ધ જ હોય તો તેને શુદ્ધ કરવા ધર્મ કરવાની શી જરૂર ? આ રીતે એકાન્તવાદ માનવામાં અશુદ્ધ એવો આત્મા શુદ્ધ થાય છે. આ વાત
સંગત થતી નથી.
પ્રશ્નઃ- કદાચ અહીં કોઈ વાદી આવો પ્રશ્ન કરે કે એક જ આત્માને શુદ્ધ અને અશુદ્ધ એમ બે અવસ્થા કેમ ઘટે ? જેમ ભવ્યઅભવ્યપણું એમ બે ભાવ એક જીવમાં હોતા નથી તેમ એક જ જીવમાં શુદ્ધ અને અશુદ્ધપણું માનવામાં શું વિરોધદોષ ન આવે ?