________________
સમ્યક્ત્વનાં ચોથા સ્થાનનું વર્ણન સતુષપણું જિમ તંદુલે ઘણું, ક્રિયા વિના ન વિનાશઈ પુત્ર !
જાણિ પુરુષમલ તિમ અપવિત્ર પા ગાથાર્થ :- તંદુલમાં જેમ ઘણું ફોતરાવાળાપણું, અને ત્રાંબાની અંદર ઘણું શ્યામપણું છે તે ખાંડવાની અને માંજવાની ક્રિયા કર્યા વિના દૂર થતું નથી તેમ હે પુત્ર ! અનાદિનો અને અપવિત્ર એવો પુરુષનો કર્મરૂપી મેલ તેને ધોવાની ક્રિયા વિના નાશ થતો નથી. ।।પા
૧૪૧
શ્યામપણું ત્રાંબાનિં ઘણું
ટબો :- સતુષપણું-પોતાસહિતપણું નિમ તંબુનતળું-વ્રીહિતળુ, त्रांबाभाजननुं घणुं-घणेरुं श्यामपणुं मलिनपणुं, कंडन - मार्जनप्रमुख क्रिया विना हे पुत्र रामचंद्र ! नासई नही, तिम अपवित्र जे अनादिकालीन पुरुषमल कर्मरूप छइ, ते क्रिया विना ज्ञानमात्रई नासै नही, वचनमात्रइं आत्मा संतोस्यइं स्यूं थाई ॥
उक्तं च
।
भणंता अकरंता च बंधमुक्खपइनि वायाविरियमित्तेणं समासासिंति अप्पयं ॥ ५९ ॥
વિવેચન :- ચોખામાં એટલે કે ડાંગરમાં જે ફોતરાવાળાપણું, (તુષ એટલે ફોતરાં, ઋતુષપણુ=ફોતરાવાળાપણું) છે. તે તંદુલનું એટલે કે વ્રીહિનું છે તથા ત્રાંબાના વાસણનું અતિશય ઘણો કાટ લાગવારૂપ જે મલીનપણું છે તે બન્નેની મલીનતા ખાંડવા અને માંજવારૂપ ક્રિયાઓ કર્યા વિના દૂર થતી નથી.
ડાંગરમાં ફોતરાવાળાપણું, એ રૂપ જે મલિનતા છે તે ખાંડવાની ક્રિયા કર્યા વિના ફોતરાં દૂર થતાં નથી અને ડાંગર શુદ્ધ બનતી નથી. તથા ત્રાંબામાં જે કાટરૂપ મલીનતા છે તે માંજવારૂપ ક્રિયા કર્યા વિના