________________
૧૬૫
સમ્યક્તનાં ચોથા સ્થાનનું વર્ણન
इहां कर्मपद प्रारब्धातिरिक्त कर्मपर कहवं तो कर्मविलास साचो थयो, पणि कल्पित न थयो, जेहनुं नाच कहेतां नाटक ज्ञानिइं पणि न मिटिउं ।
सिद्धांति पणि एह ज छइ - केवलज्ञान उपनइं पणि भवोपग्राही कर्म टलतां नथी, सर्वकर्मक्षय ते मुक्तिदशाइं परमसमाधि ज होइ
વિવેચન :- હવે કદાચ તમે એમ કહેશો કે “જ્ઞાની આત્માને માયા એ બાધિત થાય છે તો પણ તેનું અસ્તિત્વ = અનુવૃત્તિ ચાલુ જ રહે છે અર્થાત્ આ આત્મા જેમ જેમ વધારે જ્ઞાની બને છે તેમ તેમ તે કર્મોનું બાધિતપણું એટલે પ્રપંચ એ ભ્રમસ્વરૂપ છે. આમ પ્રપંચને ભ્રમાત્મકપણે જાણે છે સત્ય સમજાય છે. પરંતુ તે જીવથી તે ભ્રમસ્વરૂપે લાગેલો પ્રપંચ (ભ્રમ) ટળી જતો નથી. અર્થાત્ જીવને આ જગત્ મિથ્યા છે. ભ્રમાત્મક છે. આમ સમજાય છે. તો પણ ભ્રમાત્મક તે પ્રપંચ જીવથી દૂર થઈ જતો નથી. દૂર કરી શકાતો નથી. (આખો આ સંસાર ભ્રમાત્મક છે આમ સમજાઈ જાય છે તેનું પ્રપંચ તરીકેનું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે. પરંતુ તે પ્રપંચ=માયા આ જીવથી છૂટી પડી જતી નથી. હે અર્જુન ! આમ અર્જુનની સામે કૃષ્ણજી માયાનું સ્વરૂપ સમજાવે છે. આ વાત બળેલા દોરડાના આકારની તુલ્ય છે. આમ સમજવું. જેમ બળેલું દોરડું પોટલું બાંધવું વગેરે દોરડાનાં તે તે કાર્યો કરવા અસમર્થ છે. તેની જેમ પ્રારબ્ધ સિવાયના સર્વે પણ કર્મો બળેલા દોરડા જેવા નિષ્ફળ થઈ જાય છે. પરંતુ પ્રારબ્ધ જીવંત રહે છે. અને તે ભવાન્તર આપે છે.
પ્રારબ્ધ કર્મોનો ભોગ હાજર રહે છે. છતાં પણ તે નવાં કર્મો બંધાવવારૂપ કાર્ય કરતું નથી અને તેના કારણે સંસારની પરંપરા આગળ ચાલતી નથી. ગીતાજીમાં કહ્યું છે કે હે અર્જુન ! જ્ઞાનરૂપી અગ્નિ સર્વ